ગુજરાત

gujarat

ETV Bharat / state

Irrigation Department: ધારાસભ્યની રજુઆત બાદ સિંચાઇ વિભાગે પાણી છોડ્યુું

અમરેલીમાં ખેડૂતોને ઉનાળુ પાક લેવામાં પાણીની મુશ્કેલીના સર્જાય છે. એવા હેતુથી ધારાસભ્યને રજુઆત કરવામાં આવી હતી. જે બાદ સિંચાઇ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે હવે ખેડૂતોને ઉનાળુ પાક લેવામાં સરળતા રહેશે.

સિંચાઇ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવ્યું
સિંચાઇ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવ્યું

By

Published : Feb 20, 2023, 10:38 AM IST

Updated : Feb 20, 2023, 11:07 AM IST

અમરેલી: અમરેલી પાસેના વડીયા સુરવોનદી પરના ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. નીચાણવાળા બે ગામોના ખેડૂતોને પિયત માટે પાણીની લેખિતમાં માંગ કરવામાં આવી હતી. જે બાદ અડધો ફૂટ દરવાજો ખોલવામાં આવ્યો છે.

ધારાસભ્યની રજુઆત બાદ સિંચાઇ વિભાગે પાણી છોડ્યુું

પાણીની અછત:ઉનાળો શરૂ થવાની સાથે પાણીની અછત સર્જાવા માંડે છે. જિલ્લાભરમાં પીવાના પાણી અને ખેડૂતો ઉનાળુ પાક લેવા માટે પિયત પાણીની જરૂરીયાત ઊભી થાય છે. વડીયાના આસપાસના ગ્રામ્યના ખેડૂતોને પણ પાણી મળી રહે અને ખેડૂતોને પાણીથી પાક પણ સારો મળે કિસાનોને સારી આવક મળે તેવા હેતુથી સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરીયાને રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો Amreli Crime News : ઉંચેયા ગામે હિસ્ટ્રીશીટરને ત્યાં પોલીસના દરોડા, હથિયાર સાથે એકની ધરપકડ

પાણીના તળ ઉંચા આવશે:રજૂઆતને લઈને સુરવો ડેમના સિંચાઇ વિભાગ દ્વારા ડેમનો એક દરવાજો પાંચ કલાક માટે ખોલવામાં આવ્યો હતો. જેના કારણે નદીના ચેકડેમો ભરવામાં આવશે. તેમજ ચેક ડેમો ભરાતા પાણીના તળ ઉંચા આવશે. ખેડૂતોના પાકને નવું જીવનદાન મળશે. આમ ખેડૂતોને 10 મિલિયન ઘનફૂટ પાણી આપી ઉનાળુ પાક લેવામાં સરળતા રહેશે. પાણીના તળ ઉંડા ઉતરશે. જે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકોને મળશે.

અમરેલીમાં સિંચાઇ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવ્યું

આ પણ વાંચો Amreli Crime Rate : અમરેલીના ગામોમાં CCTV લાગશે તો જ ક્રાઈમ રેટ ઘટશે, RTI એક્ટિવિસ્ટે CMને કરી રજૂઆત

બે વખત ઓવરફ્લો:ચોમાસા દરમિયાન આમતો સૂરવો ડેમ પાણી થી 100 ટકા ભરાયો હતો. બે વખત ઓવરફ્લો પણ થયો હતો. ત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે સુરવો ડેમમાં પાણીની જથ્થો 35 ટકા જેટલો જાણવા મળી રહ્યો છે. આમ ઉનાળો શરૂ થતાં ગરમીનો પારો પણ ઉંચો જાય અને ગરમીમાં તાપમાન સાર પ્રમાણમાં વધે તેવી શક્યતા જોવા મળી રહી છે. પાણીની પણ તંગી સર્જાય શકે તેવું જણાય રહ્યું છે. કિસાનોને પાણીની તંગી થતાં મુશ્કેલી પડી શકે છે. કિસાનો માટે આવનારા દિવસોમાં ઉનાળુ પાક લેવા કોઇ સમસ્યા ના ઉદભવે તે માટે સિંચાઇ વિભાગ રજૂઆત કરવામાં આવી. જે પછી સિંચાઇ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે કિસાનોને આગામી દિવસોમાં પણ ઘણો ફાયદારૂપ બની રહેશે.

Last Updated : Feb 20, 2023, 11:07 AM IST

ABOUT THE AUTHOR

...view details