અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે યોજાયેલા સંવેદનાના સ્વાદ કાર્યક્રમમાં ગુજરાત ભરમાંથી આવેલી ત્રીસ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ 30 જેટલા સ્ટોલ્સ પર પોતે પણ કોઈનાથી કમ નથી તે હોંસલો બતાવીને અલગ અલગ વાનગીઓ બનાવી હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ બનાવી ખાસ પ્રકારની વાનગીઓ - Ahmedabad latest news
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ભાગ રૂપે અમદાવાદમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ 30 જેટલી વિવિધ વાનગીઓ બનાવી હતી અને લોકોએ હોંશે હોંશે વાનગીઓ ચાખી હતી.
ગુજરાત ભરમાંથી આવેલી પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ કહ્યું કે, ઘરમાં જ્યારે પ્રજ્ઞાચક્ષુ મહિલાઓને રસોઈ માટે કહેવામાં આવે છે, ત્યારે તેમને રસોઈ માટેનો મોકો જ મળતો નથી અને લોકો તેમને આ કામ કરવા પણ દેતા નથી, પરંતુ આ પ્રકારના આયોજનથી અન્ય લોકોને પણ ખબર પડે છે કે, અંધ મહિલાઓ પણ કોઈનાથી કમ નથી અને આંખો ન હોવા છતાં પણ આ મહિલાઓએ છોલે ચણા પુરી, બટાકા વડા, દાળ વડા, લાડુ સહિતની અલગ અલગ 30 જેટલી વાનગીઓ બનાવી હતી.
આમ મહિલા દિવસે યોજાયેલા પ્રજ્ઞાચક્ષુ બહેનોના ફૂડ ફેસ્ટિવલ એ લોકોમાં અનેરૂ આકર્ષણ જગાવ્યું હતું. તો બીજી બાજુ આ કાર્યક્રમમાં ભાગ લેનારી મહિલામાં પણ અનેરો ઉત્સાહ દેખાયો હતો અને સાબિત કર્યું હતું કે, તેઓ પણ કોઈનાથી પાછળ નથી.