ગુજરાત

gujarat

ETV Bharat / state

વેરાવળમાં આધેડ બીજા નિકાહ કરતા લુંટેરી દુલ્હન ચીટર ગેંગનો શિકાર બન્યા - Lunteri dulhan

ગીર-સોમનાથમાં વેરાવળની કૌશર કોલોનીમાં રહેતા અને બોટમાં કામ કરતા ઇબ્રાહીમ મુસાભાઇ મુકાદમ ઉંમર વર્ષ 59ને ચાર સંતાનો છે. પહેલી પત્નીનું મૃત્યુ થતા રૂપિયા 40 હજારમાં બીજા લગ્‍ન કર્યા હતા. બીજી પત્નીએ બાજા જ દિવસે કપડા અને દાગીના લઇને પિયર જવાની જીદ્દ કરતા ઇબ્રાહીમે પોલીસને જાણ કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

લુંટેરી દુલ્હન ચીટર ગેંગનો શિકાર બન્યા
લુંટેરી દુલ્હન ચીટર ગેંગનો શિકાર બન્યા

By

Published : Jun 17, 2021, 12:55 PM IST

  • ઇબ્રાહીમના પત્‍નીનું દોઢેક વર્ષ પહેલા હાર્ટએટેકથી મૃત્‍યુ થયું
  • બીજા લગ્ન કરવા હોવાથી અંકલેશ્વર રહેતા ઇરફાન શેખનો સંપર્ક થયો
  • બીજા દિવસે જ પિયર જવાની જીદ્દ કરી હોવાથી પોલીસમાં ફરિયાદ નોંધાવી

ગીર-સોમનાથ : વેરાવળની કૌશર કોલોનીમાં રહેતા અને બોટમાં કામ કરતા ઇબ્રાહીમ મુસાભાઇ મુકાદમ ઉંમર વર્ષ 59ને ચાર સંતાનો છે. જે પૈકી ત્રણ પરણિત અને એક કુંવારો છે. ઇબ્રાહીમના પત્‍નીનું દોઢેક વર્ષ પહેલા હાર્ટએટેકથી મૃત્‍યુ થયું હતુ. જેથી ઇબ્રાહીમને બીજા લગ્ન કરવા હોવાથી તેમના એક પરીચિત મારફતે અંકલેશ્વર રહેતા ઇરફાન યુસુફભાઇ શેખનો સંપર્ક થયો હતો.

લુંટેરી દુલ્હન ચીટર ગેંગનો શિકાર બન્યા

35 હજારની સોનાની વીટી તથા 15 હજારના કપડા-કટલેરીનો સામન લઇ આપ્યો

તેઓએ રૂપિયા 40 હજારમાં લગ્‍ન કરાવી આપવાનું નકકી થયેલુ હતુ. ચારેક દિવસ પૂર્વે ઇરફાને ફોન કરીને ઇબ્રાહીમને અંકલેશ્વર બોલાવેલા અને ત્‍યાંથી બંન્ને છોકરી જોવા સુરત ગયા હતા. જયાં શાઇમાબેન સાથે મુલાકાત કરાવતા બન્નેને પસંદ પડેલા હોવાથી નિકાહ કરવાનું નક્કી કરેલ હતું. આ સમયે નિકાહ કરવા માટે વસ્‍તુ લેવા જણાવતા ઇબ્રાહીમભાઇએ રૂપિયા 35 હજારની સોનાની વીટી તથા રૂપિયા 15 હજારના કપડા-કટલેરીનો સામન લઇ આપ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદમાં લુટેરી દુલ્હન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

શાઇમાબેને જીદ્દ કરતા તેની પાસેથી ઘરેણા તથા કપડા લઇ લીધા

બે દિવસ પૂર્વે ત્રણેય સાથે વેરાવળ આવીને અત્રે ઇબ્રાહીમ સાથે શાઇમાબેનના નિકાહ કરાવ્યા હતા. જેના બીજા જ દિવસે શાઇમાબેને તેમના મોટા બાપુ ગુજરી ગયા હોવાનું જણાવી પિયરમાં જવાનું કહી કપડા તથા સોના-ચાંદીના દાગીના પેક કરવા લાગ્યા હતા. આ જ સમયે ઇરફાને પણ બાકીના રૂપિયા 30 હજારની માંગણી ઇબ્રાહીમ પાસે કરતા તેમને શંકા ગઇ હતી. જેથી તેમણે શાઇમાબેનને જણાવ્યું કે, આપણે કાલે સાથે જશું તેમ છતાં શાઇમાબેને જીદ્દ કરતા તેની પાસેથી ઘરેણા તથા કપડા ઇબ્રાહીમભાઇએ પરત લઇ લેતા શાઇમાબેનએ મારે તારૂ ઘર ચલાવવું નથી તેમ કહી ઘરેથી નીકળી જઇ ઇરફાનભાઇ સાથે પોલીસ ચોકીએ પહોંચી રજુઆત કરી હતી.

આ પણ વાંચો : સુરતમાં લગ્નના 2 મહિનામાં જ 4.50 લાખ રૂપિયા લઈ લૂંટેરી દુલ્હન ફરાર

બન્ને આરોપીઓએ ઝડપી લઇને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

પોલીસે ઇબ્રાહીમને બોલાવતા તેઓએ સમગ્ર ઘટના જણાવી હતી. આ મામલે સીટી PI ડી. ડી. પરમારે ત્‍વરીત કાર્યવાહી હાથ ધરી બન્ને આરોપીઓ (1) ઇરફાન યુસુફભાઇ શેખ (ઉંમર વર્ષ 44) (2) શાઇમાબેન હનીફભાઇ શેખ (ઉંમર વર્ષ 34)ને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

લુંટેરી દુલ્હન ચીટર ગેંગનો શિકાર બન્યા

લુટેરી દુલ્હન શાઇમાએ અત્‍યાર સુધીમાં ત્રણ લગ્નો કર્યા

આ મામલે ચાર સંતોનોના પિતા એવા આધેડ ઇબ્રાહીમની શંકા અને પોલીસની સર્તકતાની કામગીરીથી લગ્‍ન કરવા ઇચ્‍છુક યુવકો-પુરુષોને છેતરતી લુટેરી દુલ્હન ચીટર ગેંગને ઝડપવામાં સફળતા મળી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ લુટેરી દુલ્હન શાઇમાએ અત્‍યાર સુધીમાં ત્રણ લગ્નો કરેલા છે. વધુ કેટલા લોકોને શિકાર બનાવી કેટલી છેતરપિંડી કરી છે, તે આગળની તપાસમાં સામે આવશે. છાસવારે બનતા આવા બનાવોને લઈ પોલીસ દ્વારા પણ અનુરોધ કરાયો છે કે, કોઈ પણ લાલચ કે આર્થિક વ્યવહાર કરી લગ્નો કરવા જોઈએ નહીં.

ABOUT THE AUTHOR

...view details