ગુજરાત

gujarat

ETV Bharat / state

‘વાયુ’ વાવાઝોડાના પગલે જાફરાબાદ બંદરે 9 નંબરનું ભયજનક સિગ્નલ અપાયું

અમરેલી : વાયુ વાવાઝોડાના પગલે જાફરાબાદના બંદરે પર 9 નંબરનું ભયજનક સિગ્નલ આપવામાં આવ્યું છે.ત્યારે અમરેલીમાં તંત્ર આ આફતને લઇ એલર્ટ પર છે.રાજુલા અને જાફરાબાદના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે અસર થવાને કારણે આ સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

By

Published : Jun 13, 2019, 3:55 AM IST

Updated : Jun 13, 2019, 4:05 AM IST

જાફરાબાદના બંદરે 9 નંબરનું ભયજનક સિગ્નલ અપાઉ


દરિયાકાંઠાના રાજુલા-જાફરાબાદ વિસ્તારના 35 જેટલા ગામોના 20889 જેટલા ગામોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.જેને લઈને નદીઓના કિનારે વસતા 73 જેટલા ગામના 10167 જેટલા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચનાઓ આપી હતી.NDRFની કુલ 5 ટીમો,1 ACDRF અને 1 આર્મીની ટીમ વાવાઝોડાના કારણે સજ્જ કરી દેવામાં આવી છે.

જાફરાબાદના બંદરે 9 નંબરનું ભયજનક સિગ્નલ અપાઉ


વાયુ નામનું વાવાઝોડુ ગુજરાત પર ત્રાટકવાની તૈયારીમાં છે. સાથે જ આ વાવાઝોડું જેમ જેમ ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ તે વધુ વિકરાલ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.
વાવાઝોડા સાથે વરસાદ પણ થશે જેને લઈને તેની ગંભીરતા વધી જાય છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં અનેક ઠેકાણે 9 નંબરનું ભયજનક સિગ્નલ દર્શાવવામાં આવ્યું છે. જાફરાબાદ અને વેરાવળ બંદર પર 9 નંબરનું ભયજનક સીગ્નલ લગાવી દેવાયું છે. જાફરાબાદ બંદર પર પહેલી વાર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જાફરાબાદ બંદર પર પહેલી વખત 9 નંબરનું સિગ્નલ લાગ્યુ છે.

Last Updated : Jun 13, 2019, 4:05 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details