અમદાવાદગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. માટે અમરેલી વિધાનસભા બેઠક (Amreli Assembly seat ) પર પરેશ ધાનાણીએ પોતે હાર (Amreli Result ) સ્વીકારી લીધી છે. પરેશ ધાનાણીએ ( Paresh Dhanani ) ના હરીફ ભાજપના કૌશિક વેકરિયાને જીત માટે અભિનંદન પણ આપી દીધાં છે.વેકરિયા 18 રાઉન્ડના અંતે 38,231 મતથી આગળ ચાલી રહ્યાં છે.તેમણે પરેશ ધાનાણીનો 29,894નો રેકોર્ડ તોડી દીધો છે. તેઓ એતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યાં છે. પરિણામના દિવસે હારજીતમાં ( Gujarat Election 2022 Counting Day ) આ બેઠક અમરેલી જિલ્લામાં સૌથી વધુ માર્જિનથી જીત માટે નામ નોંધાવશે. પરેશ ધાનાણીએ હરીફ કૌશિક વેકરિયા (Gujarat Assembly Election Result 2022) ની સાથે બેસીને વાત કરી હતી અને કહ્યું કે મને મળેલા કુલ મત કરતાં ભાજપના ઉમેદવારની લીડ વધારે છે. અમરેલીના લોકોએ મને 20 વર્ષ સુધી આશીર્વાદ આપ્યાં કૌશિક વેકરીયા અમરેલીના વિકાસને વેગ આપે તેવી શુભેચ્છા છે. પરેશ ધાનાણી હારી (Paresh Dhanani Lose ) ગયાં છે. અમરેલી ભાજપે વિજયોત્સવ શરુ કરી દીધો છે.
અમરેલી બેઠકનું મહત્ત્વ પરેશ ધાનાણી ( Paresh Dhanani )નેે વર્ષ 2002માં અમરેલી વિધાનસભા બેઠક પર યુવા ઉમેદવાર તરીકે તક આપવામાં આવી હતી. જેમાં તેમણે ભાજપના દિગ્ગજ આગેવાનો અને સરકારના પૂર્વ પ્રધાન પરષોત્તમ રૂપાલાને પરાજય આપીને અમરેલીના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો. 2017 માં ફરી એક વખત કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી ( Paresh Dhanani ) ની પસંદગી થઈ અને તેમણે કોંગ્રેસમાંથી ભાજપમાં જનાર બાવકુભાઈ ઉંધાડને હરાવી અમરેલીના રાજકારણમાં જાયન્ટ કિલર તરીકે નામના મેળવી જે આજે પણ બરકરાર છે. 2007ની સામાન્ય ચૂંટણીમાં ભાજપના વધુ એક દિગ્ગજ નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણી સામે પરાજય થયો હતો. ફરી 2012માં પરેશ ધાનાણી અમરેલી વિધાનસભા બેઠક (Amreli Assembly seat )પર ગત ચૂંટણીમાં તેને હરાવનાર દિલીપ સંઘાણીને ખૂબ મોટા અંતરથી પરાજય આપીને 2012 માં હારનો બદલો ચૂકતે કર્યો હતો. વર્ષ 2019ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પરેશ ધાનાણીનો ભાજપના ઉમેદવાર નારણ કાછડિયા સામે પરાજય થયો હતો. 2017થી લઈને 2021 સુધી પરેશ ધાનાણીએ ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષના પદ પર કામ કરીને ડોક્ટર જીવરાજ મહેતા બાદ અમરેલીને વિધાનસભામાં મુખ્યપ્રધાનના સમકક્ષ પદ અપાવીને રાજકીય રીતે ખૂબ મહત્વ હાંસલ કર્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં અમરેલી વિધાનસભા બેઠક પરથી તેમની હાર (Gujarat Assembly Election Result 2022)થઇ છે.
બેઠક પર કેટલા ટકા મતદાન અમરેલીમાં મતદાન અમરેલીમાં કૉંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી( Paresh Dhanani ) એ મતદાન કર્યું હતું. આ જિલ્લામાં કુલ 57.06 ટકા મતદાન થયું હતું. જ્યારે અહીં વર્ષ 2017 ગુજરાત ચૂંટણીમાં 61.84 ટકા મતદાન થયું હતું. આ સાથે જ અહીં 4.78 ટકા ઓછું મતદાન થયું હતું.