ગુજરાત

gujarat

ETV Bharat / state

ચૂંટણી 2022ઃ કોંગ્રેસ આક્રમણ મૂડમાં પરેશ ધાનાણીએ કાર્યાલય મુક્યું ખુલ્લું - અમરેલી પરેશ ધાનાણી

અમરેલીમાં વડાપ્રધાન મોદીની જાહેર સભામાં (Gujarat Assembly Election 2022) ભાજપના શક્તિ પ્રદર્શન બાદ કોંગ્રેસ પણ આક્રમક મૂડમાં આવી છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરતા મોટી સંખ્યામાં (Amreli Assembly Candidate) કાર્યકરો ઉમટી પડ્યા હતા. ત્યારે આ વર્ષે અમરેલીમાં રાજકારણનો ખરો રંગ જોવા મળશે કે કેમ જૂઓ. (Paresh Dhanani Congress office inaugurated)

ભાજપની સભા બાદ કોંગ્રેસ આક્રમણ મૂડમાં પરેશ ધાનાણીએ કાર્યાલય મુક્યું ખુલ્લું
ભાજપની સભા બાદ કોંગ્રેસ આક્રમણ મૂડમાં પરેશ ધાનાણીએ કાર્યાલય મુક્યું ખુલ્લું

By

Published : Nov 21, 2022, 11:08 AM IST

અમરેલી :ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સમગ્ર દેશમાં થનગનાટ થઈ રહ્યો છે. તેમજ પોતાના પક્ષના ઉમેદવારને જીતાડવા માટે અન્ય રાજ્યોમાંથી સ્ટાક પ્રચારો પણ આવી રહ્યો છે. તો કેટલીક જગ્યાએ પોત પોતાના પક્ષ કાર્યલય ખુલ્લા મુકવામાં (Paresh Dhanani Congress office inaugurated) આવી રહ્યા છે. ત્યારે અમરેલી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ચુંટણી કાર્યાલયનો પ્રારંભ કર્યો છે. પરેશ ધાનાણીએ સત્યનારાયણની પૂજા બાદ રીબીન કાપી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લુ મૂક્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ઉમટી પડ્યા હતા. (Gujarat Assembly Election 2022)

અમરેલીમાં પરેશ ધાનાણીએ કોંગ્રેસ કાર્યલાયનું કર્યું ઉદ્ઘાટન

અસત્ય સામે સત્યનો વિજય પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગજરાતને રાજનૈતિક ઉજવાનારા આ પર્વમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે નગારે ઘા દઈ અને સમગ્ર અમરેલી, કુંકાવાવ, વડિયના પંથકમાં આશીર્વાદ લેવા આવ્યો છું. આજના પ્રસંગે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. શ્રી સિદ્ધિ વિનાયક દેવની સાક્ષીએ સત્યનારાયણ ભગવાનની કથા સર્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી છે. આજે થયેલા ઉદ્ઘાટનમાં જે કથા થઈ છે. તેમાં લોકશાહીના યજ્ઞમાં અનીતિ સામે નીતિનો વિજય થાય, અધર્મની સામે ધર્મનો વિજય થાય, અસત્ય સામે સત્યનો વિજય થાય સર્વનું કલ્યાણ થાય અને સર્વનું કલ્યાણ કરવાની શક્તિ દરેક કોંગ્રેસી કાર્યકરો શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી.(Amreli Paresh Dhanani)

ભાજપની સભા બાદ કોંગ્રેસ આક્રમક મૂડમાંઉલ્લેખનીય છે કે, અમરેલી વિધાનસભા બેઠક પર કબજો (Amreli Assembly Candidate) કરવા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ યોજાવા જઈ રહ્યો છે. જેને લઈને અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને ભાજપના ઉમેદવાર કૌશિક વેકરીયા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીની જાહેર સભામાં ભાજપના શક્તિ પ્રદર્શન બાદ કોંગ્રેસ પણ આક્રમક મૂડમાં આવી છે.

કોંગ્રેસ અને ભાજપ ચૂંટણી જંગ અમરેલી શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા (PM Modi sabha in Amreli) સંબોધી હતી. જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, ત્યારે બાદ ગઈકાલે અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ (Congress in Amreli) પણ કોંગ્રેસની મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂક્યું હતું. પ્રથમ સત્યનારાયણની પૂજા કરીને રીબીન કાપી હતી. ત્યારે અમરેલીની વિધાનસભા બેઠક પર આ વર્ષે ઉગ્ર રાજકારણમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો ખેલ જામશે તેવું લાગી રહ્યું છે. (Congress office in Amreli)

ABOUT THE AUTHOR

...view details