ગુજરાત

gujarat

અમરેલીનું સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રામાં, સ્થાનિકોની મદદની ગુહાર

અમરેલીઃ જિલ્લામાં સરકારી કચેરીઓની જ જર્જરીત હાલતમાં છે. ત્યારે તંત્રની પ્રિમોન્સૂન કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યાં છે. જો તંત્ર જ પોતાની કચેરીઓની કાળજી ન લેતી હોય તો સ્થાનિકોની ફરિયાદો પર શું ધ્યાન આપશે? તેવી લોકચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે. તો બીજી તરફ ફાયર સેફ્ટીને લઇને તંત્ર ઘોર બેદકારીના જોવા મળી રહી છે. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

By

Published : May 30, 2019, 2:32 AM IST

Published : May 30, 2019, 2:32 AM IST

અમરેલીનું સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રામાં,  સ્થાનિકોની મદદની ગુહાર

ચોમાસાને ધ્યાનમાં લઇને અલગ અલગ જિલ્લાઓમાં પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અમરેલીનું તંત્ર પોતાની અપૂરતી સુવિધાના રોદળાં રડી રહ્યું છે. તાલુકા પંચાયતના ચેરમેન જણાવી રહ્યા છે કે, સરકારી કચેરીઓ મરણ પથારીએ છે. જેમાં યોગ્ય સુવિધાઓના ધાંધિયા હોવાથી અધિકારીઓને જીવના જોખમે કામ કરવું પડી રહ્યું છે. આ મુદ્દે તેમને અનેકવાર ઉચ્ચઅધિકારીને જાણ કરી છે. છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

આમ, સરકારી તંત્ર પોતાની કચેરીઓની યોગ્ય માવજત કરાવી ન શકતું હોય તો અમરેલીના લોકોની શું સંભાળ રાખશે? તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો બીજી તરફ કચેરીઓમાં ફાયર સેફ્ટીના પણ ધાંધિયા જોવા મળી રહ્યા છે. નગરપાલિકામાં ફાયર સેફ્ટીની કોઇ સુવિધા નથી તેમજ તેઓ ફાયર સેફ્ટીના લાયસન્સ પણ ચોક્કસ તપાસ આદર્યા વિના આપતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે. માટે આ બાબતે ઉચ્ચાકક્ષાએ નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

અમરેલીનું સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રામાં, સ્થાનિકોની મદદની ગુહાર

આ રીતે તંત્ર પોતાની તમામ જવાબદારીઓ નિભાવવામાંથી હાથ ખંખેરી રહ્યું છે. ત્યારે સ્થાનિકો કોની પાસે મદદ માગે? તે પ્રશ્ન અકંબધ જોવા મળી રહ્યો છે. તેની સામે સરકારી બાબુમાં પોતાના રોદળાં રડીને પોતાની ફરજમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અમરેલી જિલ્લામાં ક્યારે ચોક્કસ વ્યવસ્થાનું અમલ થશે જેથી પ્રજાના પ્રશ્નોનો ઉકેલ આવે.

ABOUT THE AUTHOR

...view details