ગુજરાત રાજ્યમાં "વાયુ" વાવાઝોડુ આજે મોડી સાંજ સુધીમાં ત્રાટકે તેવી સંભાવના વચ્ચે રાજુલા અને જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, કોવાયા વિસ્તારના દરિયા કાંઠે 3થી વધુ ગ્રુપ સિંહોના વસવાટની તપાસ કરીને તેનું ફોલોઅપ લઇ રહ્યાં છે. તેવા સમયે હવામાન વિભાગની આગાહીના "વાયુ" ત્રાટકી શકે છે. તેવા સમયે રાજ્ય સરકારે સિંહોને બચાવવા માટે આદેશો અને જરૂરી સૂચના આપતા અમરેલી DCF, ધારી ગીર ના DCF સહિત વનવિભાગ દ્વારા વિવિધ 10 ટીમો બનાવી રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ બેલ્ડમાં સિંહોના લોકેશન મેળવી તેમની તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવશે.
'વાયુ' વાવાઝોડાની આગાહીના પગલે વનવિભાગ સતર્ક, સિંહોને બચાવવા માટેની કામગીરી હાથ ધરાઇ - Forest Department
અમરેલી: જિલ્લામાં આવેલા રાજુલા જાફરાબાદ પંથકમાં વાવાઝોડું ટૂંક સમયમાં આવે તેવી આશંકાના પગલે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી આદેશોથી રાજુલા પંથકના દરિયા કાંઠે સિંહોને બચાવવા માટે વનવિભાગની 10 વિવિધ ટીમો બનાવી અમરેલી અને ધારીના 2 DCF સહિતના અધિકારીઓ દરિયા કાંઠે પહોંચી ગયા છે. આ સાથે જ ચાંપતી નજર રાખીને વાવાઝોડાની સામે તૈયારીઓ કરવામાં આવી છે.
વનવિભાગની કામગીરી
પવન અને વરસાદનું પ્રમાણ વધશે તો વનવિભાગની ટીમો દ્વારા તાત્કાલિક સિંહોના રેસ્ક્યુ ઑપરેશન કરી સિંહોને પાંજરે પુરી સુરક્ષિત સલામત જગ્યા પર રાખવામાં આવશે.