ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં 48 દારૂની બોટલ સાથે 2ની ધરપકડ - Gujarat

અમરેલીઃ અમરેલીના લાઠી તાલુકામાં વિદેશી દારૂ ઝપાયો છે. ઢસા ગામ તરફ જતી સફેદ કલની સ્કોડા કંપીની કારમાંથી વિદેશી દારૂ સાથે 5.16 લાખનો મુદ્દામાલ પકડાયો છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાઠીમાં વિદેશી દારૂ ઝડપાયો, રૂ.૫,૧૬,૧૦૦/-નો મુદ્દામાલ જપ્ત

By

Published : May 26, 2019, 8:06 PM IST

લાઠીના જાનબાઇની દેરડી ગામ પર વોચ રાખી વિદેશી દારૂની હેરફારીને અટકાવી 5.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમરેલી એલ.સી.બી.ને પાસે ઢસા ગામ તરફ જતી એક સફેદ કલરની સ્કોડા કંપનીની ફોરવ્હિલર ( રજી. નં. જી.જે.-૦૫-જે.એ.-૪૭૩૧ )માં વિદેશી દારૂ હોવાની બાતમી હતી. જેના પર વૉચ રાખીને વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. વિદેશી દારૂમાં દેશી દારૂની ભેળવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા 2 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી દારૂની બોટલો જપ્ત કરાઇ છે.

ધનમોરાના કતાર ગામમાં રહેતા આરોપી મહીપત જોરસંગભાઇ ઘેલતા (ઉં.વ.૩૯) અને સુરત રણીયાળા ગામમાં રહેતા વિજયભાઇ ઘેલુભાઇ હાડા (ઉં.વ.૩૩) વિદેશી દારૂની 48 બોટલો સાથે ઝડપાયા છે. જેમની લાઠી પોલીસ મથક હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details