ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના તમામ જિલ્લા થયા કોરોના ગ્રસ્ત, અમરેલીમાં નોંધાયો પ્રથમ પોઝિટિવ કેસ - અમરેલી

અમરેલીની જનતાનો ડર હકીકતમાં પલટાયો છે. અત્યાર સુધી કોરોના મુક્ત રહેલા અમરેલી જિલ્લામાં કોરોના વાઇરસનો પગપેસારો થયો છે. સુરતથી આવેલ 67 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.

અમરેલીમાં સુરતથી આવેલ કોરોના બોમ્બ ફૂટયો, પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો
અમરેલીમાં સુરતથી આવેલ કોરોના બોમ્બ ફૂટયો, પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

By

Published : May 13, 2020, 11:05 AM IST

અમરેલીઃ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ સુરતના અને અન્ય જિલ્લાના લોકોને પોતાના વતન જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે વિવિધ જિલ્લામાંથી લોકો અમરેલી પણ આવ્યા અને તેમાના સુરતથી આવનાર એક વૃદ્ધની અમરેલી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે તપાસ કરવામાં આવી હતી અને તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. બાદમાં તેને બંધ કરવામાં આવ્યું છે.

જ્યારે તે વૃદ્ધની તપાસ કરનાર ડૉક્ટરોને પણ કોરોન્ટાઈન કરાયા છે. કોરોના પોઝિટિવ કેસની આરોગ્ય વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. સુરતથી બસમાં આવેલ અનેક લોકો ક્વોરેન્ટાઇન થાય તેવી શક્યતા પણ જોવામાં મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details