સુરતના કલાસીસમાં થયેલી ગંભીર દુર્ઘટના બાદ અમરેલી જિલ્લામાં ચાલતા ખાનગી કલાસીસ પર રિયાલિટી ચેક કરતા અમરેલી પાલિકા દ્વારા શોપ એક્ટ લાયસન્સ ઇશ્યુ કરવાના આવ્યા છે, પણ ફાયર સેફટીના સાધનો વસાવવા કે રાખવાની અત્યાર સુધી કયારેય સૂચનાઓ આપવામાં આવી નથી.
અમરેલીમાં તંત્ર દ્રારા ટ્યુશન કલાસીસ પર કાર્યવાહી શરૂ - safty
અમરેલીઃ જિલ્લામાં વિવિધ સ્થળે આવેલા ટ્યુશન કલાસીસ પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફાયર સેફટીની સુવિધા વિના ધમધમતા કલાસીસનો અમરેલીમાં મોટો આંકડો છે. તંત્ર દ્રારા આ બાબતની કાર્યવાહી સુરતની દુર્ઘટના પછી કરવામાં આવી રહી છે.
અમરેલીમાં તંત્ર દ્રારા કલાસીસો પર કરવામાં આવી રહી છે કાર્યવાહી
અમરેલીના નાગનાથ ચોકમાં ત્રીજા માળે આવેલા કલાસીસમાં ફાયર સેફટીની એકપણ પ્રકારની સુવિધાઓ નથી. ફાયર સેફટીની સુવિધા વગરના આવા 38 કલાસીસ અમરેલીમાં જ ધમધમે છે, જ્યારે જિલ્લાભરનો આંકડો 200 ઉપર જાય છે.