અમરેલી જિલ્લાના તુલસીશ્યામના રેન્જમાં આવેલા રાવળ ડેમમાં માછીમારી કરવા ગયેલા યુવાનોએ ગેર ધોરણે પ્રવેશ કર્યો હોવાથી, આ યુવાનોને પકડી પાડી તેમના પર કાયેદસરની કાર્યવાહી કરવામાં આવી હતી, આ સાથે જ દંડ લઈ તેમના પરિવારજનોને રૂબરૂ સહી સલામત સોંપવામાં આવ્યા હતા. આ ઘટનાના 15 કલાક બાદ ઉના ખાતે હોસ્પિટલમાં દાખલ થયા હતા.
RFO અને ફોરેસ્ટર વિરુદ્ધ દંડ વસૂલી અને માર મારવાની FIR
અમરેલી: અમરેલી જિલ્લાના ખાંભાના રાવળ ડેમમાં માછીમારી કરતા યુવાન પાસેથી 5 હજારનો દંડ વસૂલી ઢોર માર મારતા ખાંભાના RFO અને ફોરેસ્ટર વિરુદ્ધ ગીર ગઢડા પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.
RFO અને ફોરેસ્ટર વિરુદ્ધ દંડ વસૂલી અને માર મારવાની FIR
આ બાબતે, RFOએ જણાવ્યું હતું કે વનવિભાગ વિરુદ્ધ બદનામ અને રુપિયા પડવાના હેતુસરથી, જે કાર્યવાહી કરવામાં આવી હતી, તે તદ્દન ખોટી છે, તેમજ વનવિભાગને બદનામ કરવાના હેતુથી મીડિયામાં જાહેર કરેલી માહિતી પણ ખોટી છે.
Last Updated : Jul 22, 2019, 5:32 AM IST