અમરેલી: ભારતમાં કોરોના વાઈરસના ફેલાવાને કારણે લોકડાઉન કરવામાં આવ્યું હતું. જે હવે 3 મે સુધી લંબાવવામાંં આવ્યું છે. જે કારણે ખેડૂતોને પોતાના ઉત્પાદનો વેંચવામાં મુશ્કેલી પડી રહી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં બુધવારે APMCના હોદેદારો અને વ્યાપારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં કોઈ નિર્ણય ન આવતાં હવે 20 તારીખે ફરીવાર બેઠક બોલાવવામાં આવશે.
સાવરકુંડલાના ખેડૂતોને પાક વેચવા 20 તારીખ સુધી રાહ જોવી પડશે - APMC
સાવરકુંડલાના ખેડૂતોને પોતાનો પાક વેંચવા 20 તારીખ સુધી રાહ જોવી પડશે. હાલ સમગ્ર દેશમાં લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. જેના કારણે સાવરકુંડલા તાલુકાના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં APMCના હોદેદારો અને વ્યાપારીઓ વચ્ચે મિટિંગ યોજાઈ હતી જેમાં કોઈ નિર્ણય ન આવતાં હવે 20 તારીખે ફરીવાર મિટિંગ બોલાવવામાં આવશે અને મિટિંગ બાદ માર્કેટિંગ યાર્ડ ચાલુ રાખવા કે નહીં તે અંગે નિર્ણય લેવાશે.
સાવરકુંડલાના ખેડૂતોને પાક વેચવા 20 તારીખ જોવી પડશે સુધી રાહ
આ બેઠક બાદ માર્કેટિંગ યાર્ડ ચાલુ રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવશે. હાલ એપીએમસી બંધ રહેતા હજારો ખેડૂતો પરેશાન છે.