ગુજરાત

gujarat

Junior Clerk Examination 2023 : પરિક્ષાર્થીઓનો પેપર પહેલા એક જ સુર "બસ પેપર ફૂટે નહિ"

By

Published : Apr 9, 2023, 4:48 PM IST

ભાવનગર જિલ્લામાં 183 કેન્દ્ર ઉપર 55,390 પરિક્ષાર્થીઓ માટે 1857 વર્ગખંડોની વ્યવસ્થા કરાઈ હતી. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 11 કલાકે પ્રવેશ આપવામાં આવ્યો હતો. કેન્દ્ર સ્થળથી 100 મીટર ત્રિજ્યામાં જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. જો કે ETV BHARATએ પરિક્ષાર્થીઓના પરીક્ષા પહેલા મત જાણ્યા હતા.

Junior Clerk Examination 2023 : પરિક્ષાર્થીઓનો પેપર પહેલા એક જ સુર "બસ પેપર ફૂટે નહિ"
Junior Clerk Examination 2023 : પરિક્ષાર્થીઓનો પેપર પહેલા એક જ સુર "બસ પેપર ફૂટે નહિ"

Junior Clerk Examination 2023 : પરિક્ષાર્થીઓનો પેપર પહેલા એક જ સુર "બસ પેપર ફૂટે નહિ"

ભાવનગર :સમગ્ર ગુજરાતમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પુનઃ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભાવનગર જિલ્લામાં પણ પરીક્ષા લેવાઈ હતી. ભાવનગર જિલ્લામાં દરેક કેન્દ્ર ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પરિક્ષાર્થીઓના પર નજર રાખવામાં આવી હતી, પરંતુ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓનો મત શું છે તે આપણે જાણીએ.

ભાવનગર જિલ્લાના 83 કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ હતી :સમગ્ર ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને તૈયારીઓ આદરી દેવામાં આવી હતી. ત્યારે ભાવનગર જિલ્લામાં પણ 183 કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ હતી. 1857 જેટલા વર્ગખંડોમાં સીસીટીવી કેમેરાની નજર આ પરીક્ષા લેવાઈ હતી. ભાવનગર જિલ્લાના 183 કેન્દ્ર ઉપર 55,390 જેટલા પરિક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. 5,837 જેટલા અંદાજે કર્મચારીઓ, પોલીસ સહિતના જોતરવામાં આવ્યા હતા. જો કે 9 તારીખના બપોરે 12:00 કલાકે આ પરીક્ષાનો પ્રારંભ થયો હતો, ત્યારે તંત્રએ સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી દીધી હતી.

આ પણ વાંચો :Junior Clerk Exam 20233 : રાજકોટમાં શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા થઈ પૂર્ણ

પરિક્ષાર્થીઓએ ETV BHARATને રજૂ કર્યા પોતાના મત :જુનિયર ક્લાર્કની ગત વર્ષે પરીક્ષા રદ થયા બાદ વિદ્યાર્થીઓના માનસપટ ઉપર તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે ETV BHARAT પરીક્ષા પહેલા કેટલાક વિદ્યાર્થીઓ સાથે તેમના મત જાણવાની કોશિશ કરી હતી. આ પરીક્ષાર્થીઓ દ્વારા એક જ બાબતને ખાસ ટાંકવામાં આવી હતી કે "બસ પેપર ફૂટે નહીં". જો કે તેમને તૈયારી કરવા માટે એક વર્ષ જરૂર મળ્યું છે સાથે સરકાર દ્વારા એસટી બસની પણ સુવિધા કરી આપવામાં આવી છે. ત્યારે કેટલાક રાજકીય પક્ષો દ્વારા પણ વ્યવસ્થા કરી હોવાનું પરીક્ષાર્થીઓ જણાવ્યું હતું.

આ પણ વાંચો :Junior Clerk Exam: ભુજમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા થઈ પૂર્ણ

ભાવનગર જિલ્લા તંત્રની નજર કેન્દ્રો પર ગેરરીતીને રોકવા :ભાવનગર જિલ્લામાં 183 કેન્દ્ર પર તંત્ર દ્વારા પરીક્ષા લેવાઈ હતી. દરેક વર્ગખંડમાં સીસીટીવી કેમેરા પણ જોડાવામાં આવ્યો હતા. ભાવનગર કલેકટર, ડીએસપી અને ડીડીઓની એક કોર કમિટી બનાવવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓને પડતી હાલાકીને પગલે એક હેલ્પ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે પરીક્ષા શાંતિપૂર્ણમાં માહોલમાં પૂર્ણ થાય અને કોઈપણ ગેરરીતી આચારવામાં આવે નહીં તેવા હેતુસર આયોજન કરાયું હતું. જો કે પરીક્ષાર્થીઓ અને અન્ય લોકોમા ગેરરીતી અટકાવવા નવા ગેરરીતીના કાયદાની સમજ લોકોમાં અને પરિક્ષાર્થીઓ આવે તે માટે પણ તંત્ર દ્વારા જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયેલો હતો.

ABOUT THE AUTHOR

...view details