અમરેલીમાં જર્જરિત ઈમારતો ધરાશાઈ થવાનો ભય - accidents in the monsoon
અમરેલીઃ જિલ્લામાં ચોમાસા આગાઉ શહેરમાં ઉભી રહેલી જર્જરીત ઇમારતો મકાનોને તવાઈ બોલાવવાની હોય પણ હાલ હજુ સુધી પાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળ્યા હતા. આ જર્જરિત ઇમારતો ચોમાસામાં ધરાશાયી થઈ અકસ્માત થાય તેવો ભય લાગે છે.
અમરેલીમાં જર્જરિત ઇમારતો ચોમાસામાં અકસ્માત થવાનો ભય
અમરેલીના લોકોને સુરક્ષા માટે બેદરકાર પાલિકાના જિલ્લા પંચાયત હસ્તગત જ્યુબિલી ધર્મશાળા અતિ બિસ્માર હાલતમાં જોવા મળે છે. આ ઇમારતો ક્યારે ધારાશાઈ થાય તે કોઈ નક્કી કહી શકાય નહીં તેની સામે તેની સામે સ્થાનિકો તંત્ર સામે આક્ષેપો કરી રહ્યા છે. તેમજ આસામીઓને સર્વે કરવાની કામગીરી મંદ ગતિએ ચાલતી હોવાનું નગર પાલિકા ઇન્ચાર્જ વાગોળી રહ્યા છે.