અમરેલીઃ અમરેલી જિલ્લામાં અનેક શહેરોમાં વ્યપક પ્રમાણમાં કેરીનું ઉતાપાદન થયુ છે. પરંતુ કેરી પેક કરવા માટે બોક્સ નહીં મળતાં હોવાથી યાર્ડ સુધી કે પછી અન્ય શહેરો સુધી કેરી કઈ રીતે પહોચાડવી તે ખેડૂતો માટે એક મોટો પ્રશ્ન બન્યો છે.
અમરેલી જિલ્લામાં બોક્સ નહીં હોવાના કારણે કેરીનો પાક વેંચવામાં મુશ્કેલી - અમરેલી કેરી
અમરેલી જિલ્લામાં અનેક શહેરોમાં વ્યપક પ્રમાણમાં કેરીનું ઉતાપાદન થયુ છે. પરંતુ કેરી પેક કરવા માટે બોક્સ નહીં મળતાં હોવાથી યાર્ડ સુધી કે પછી અન્ય શહેરો સુધી કેરી કઈ રીતે પહોચાડવી તે ખેડૂતો માટે એક મોટો પ્રશ્ન બન્યો છે.
અમરેલીના રાજુલા, જાફરાબાદ, ખાંભા પંથકમાં કેરીના પાકનો દબદબો છે પરંતુ બોક્સ ન હોવાને કારણે કેરી માર્કેટિંગ યાર્ડ અને અન્ય શહેરમા જતી નથી. જેથી કેરીના ઉત્પાદકોને ભારે નુકસાની વેઠવાના દિવસો આવ્યા છે.
હાલ દેશમાં કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનની સ્થિતિ છે. હાલમાં કેસર કેરીની સિઝન આવી પહોંચી છે. ત્યારે અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં વ્યાપક પ્રમાણમા કેરીનુ ઉત્પાદન કરવામા આવી રહ્યું છે. અહીંથી જિલ્લાના માર્કેટિંગ યાર્ડ અને અન્ય શહેરો અને જિલ્લાઓ સહિત ગુજરાત ભરમાં આ કેસરી કરી દર વર્ષે જતી હોય છે. ત્યારે હાલમાં લોકડાઉનના કપરા દિવસો વચ્ચે કેરીના ઉત્પાદકો અને ખેડૂતોની મુશ્કેલી દિવસે દિવસે વધી રહી છે.
હાલમા કેરીની સિઝન શરૂ થઈ છે તેવા સમયે કેરી પેક કરવા માટેના બોક્સ મળતા નથી. જેથી કેરી પેક કેવી રીતે કરવી તે સૌથી મોટો પ્રશ્ન છે. કેરીને માર્કેટિંગ યાર્ડ સુધી કેવી રીતે પહોંચાડવી, અન્ય શહેર અને ગુજરાત સૌરાષ્ટ્રમા કેવી રીતે મોકલાવી તેને લઈને ભારે મુંજવણ ઉભી થઇ છે.
રાજુલા જાફરાબાદ ખાંભા પંથકના ગામડાઓ પર નજર કરીએ તો અહીંના વડ, નાગેશ્રી, ધારાનાનેસ, ભચાદર,ધારગણી જેવા અનેક ગામોમાં કેરીના આંબા મોટા પ્રમાણમા છે તેવા સમયે કેરીનો જથ્થો બહાર કેવી રીતે લઇ જવો. સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા પણ રાજ્ય સરકારને રજૂઆત કરી ખેડુતોને કેરી માટેના બોક્સ આપવા માટે રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરાઈ છે.
સમગ્ર વિસ્તારમા લોકડાઉનની કપરી સ્થિતિ વચ્ચે કેરીનો પાક તૈયાર થયો છે. પરંતુ બોક્સની અછતને કારણે કેરી માર્કેટિંગ યાર્ડ સુધી કઈ રીતે પહોંચાડવી તે એક મોટો પ્રશ્ન છે. વહેલી તકે બોક્સ નહિ મળે તો ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે તેવું બની શકે છે.