દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં ભારે પવન અમરેલી : બિપરજોય વાવાઝોડું અમરેલીના દરિયાકાંઠે ટકરાઇ શકે છે. ત્યારે આજની વાત કરીએ તો જાફરાબાદમાં બિપોરજોય વાવાઝોડાની અસરમાં ઊંચા મોજા ઉછળતાં જોવા મળી રહ્યાં છે. અમરેલી કલેક્ટર તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા રાજુલા અને જાફરાબાદના દરિયા કિનારે વસેલા નાના નાના ગામડાં ઓમાંથી લોકોને સલામત સ્થળે લઇ જવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ખેરા ગામના સમુદ્રમાં ભારે કરંટ: બિપરજોય વાવાઝોડાની અસરમાં જાફરાબાદમાં દરિયામાં ભારે મોજાં ઉછળી રહ્યાં છે ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદના દરિયાકિનારાના ગામોમાંથી લોકોને અન્યત્ર ખસેડી લેવામાં આવ્યાં છે. વહીવટીતંત્ર દ્વારા આશરે 1000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. જાફરાબાદ અને રાજુલા તાલુકાના ખેરા ગામ નામનું જે ગામ છે એ સમુદ્ર કિનારે વસેલું છે અને આ અમરેલી જિલ્લાનું છેલ્લુ ગામ છે. આ ખેરા ગામના સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો હતો.
ભારે પવન:આમ અમરેલી જિલ્લાના દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં ભારે પવન ફુંકાઇ રહ્યો છે. વાવાજોડાની અસરના પગલે અમરેલી જિલ્લામાં સ્થળાંતરની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરિયા કાંઠાના જોખમી સ્થળે વસતા એક હજારથી વધારે લોકોને વાવાઝોડાની અસર થવાની છે તેવા વિસ્તારોમાંથી ખસેડીને સુરક્ષિત સ્થાનો પર મોકલી દેવામાં આવ્યાં હતાં.જેને લઇના ગામમાં રડયુંખડ્યું જ કોઇ નજરે પડી રહ્યું હતું.
દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા : બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારમાં આજે પણ તેજ ગતિથી પવન ફુંકાયો હતો અને જાફરાબાદ તથા આસપાસના વિસ્તારમાં દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા. અમરેલી વિસ્તારના ખેડૂતોને આવનારા ત્રણ-ચાર દિવસમાં વાવણીલાયક વરસાદ વરસી જવાની આશા છે. ઉલ્લેખનીય છે કે બિપરજોય વાવાઝોડાને પગલે અમરેલીના દરિયાકાંઠાનાં ગામોને એલર્ટ કરાયાં છે. જાફરાબાદ બંદર પર3 નંબરનું લગાવાયું હતું. દરિયામાંથી માછીમારો પરત ફરી ગયાં હતાં જેને લઇને સંખ્યાબંધ બોટ પણ બોટ લાંગરી દેવામાં આવી છે.
- Cyclone Biparjoy : અમરેલીમાં બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા તૈયારીઓ શરુ
- Cyclone biparjoy photos: ગુજરાતને સતત ભય આપતા બિપરજોયની ભયાનકતાની તસવીરો જૂઓ
- Jamnagar News: જામનગરમાં સંભવિત વાવાઝોડાને પગલે સ્થળાંતરની કામગીરી શરૂ