ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીના ખેડૂતે અંજીરની ખેતી કરીને અણધારી આવક મેળવી, નવતર પ્રયોગ સફળ - અમરેલીના ખેડૂત

ગુજરાતના હવામાન પ્રમાણે અંજીરની ખેતી ( Cultivation of figs according to Gujarat climate ) કરવી મુશ્કેલ ગણાય તેવો પાક છે. ત્યારે અમરેલીના ખેડૂતે (Cultivation of figs in Amreli ) અંજીરની સફળ ખેતી (Crop of Figs ) કરી છે અને સારી આવક ( Farmers Income ) મેળવી રહ્યાં છે. તેમણે કઇ રીતે શક્ય બનાવ્યું તે જાણીએ.

અંજીરની સફળ ખેતી કરી બતાવતાં અમરેલીના ખેડૂત, આવકમાં વધારો પણ કર્યો
અંજીરની સફળ ખેતી કરી બતાવતાં અમરેલીના ખેડૂત, આવકમાં વધારો પણ કર્યો

By

Published : Dec 22, 2022, 5:15 PM IST

તેમણે કઇ રીતે શક્ય બનાવ્યું તે જાણીએ

અમરેલી કોરોનાકાળ દરમ્યાન લોકડાઉનમાં અનેક લોકોના જીવનની રોજીરોટીઓ થંભી ગઈ હતી. ત્યારે ઘરે બેઠા કઈ કરવાનો વિચારતા મોટા આંકડીયાના ખેડૂતપુત્રે (Cultivation of figs in Amreli ) અંજીરની ખેતી (Crop of Figs )કરવાનું પિતાનું સ્વપ્ન સાકાર કર્યું. સારી કમાણી ( Farmers Income ) પણ કરી રહ્યા છે. ગુજરાતના હવામાન પ્રમાણે અંજીરની ખેતી ( Cultivation of figs according to Gujarat climate ) કરવી પ્રમાણમાં અઘરી છે તેવામાં પ્રાકૃતિક ખેતી અપનાવી ખેડૂત દિનેશભાઇએ અંજીરની સફળ ખેતી કરી છે.

આ પણ વાંચો વડોદરાના આલમપુરા ગામમાં પ્રાકૃતિક ખેતીને ધ્યાનમાં રાખી બનાવાયું નેટ હાઉસ

પિતાની ઇચ્છાને માન આપ્યુંઅમરેલીના મોટા આંકડીયા ગામે રહેતા દિનેશભાઇ જેમના પિતાની ઈચ્છા હતી કે મારે અંજીરની ખેતી (Cultivation of figs in Amreli )કરવી છે. એ બાબતને ધ્યાને લઇ તેમનો પુત્ર દિનેશભાઇ ચાઈનામાં અંજીરની ખેતી (Crop of Figs ) વિશે માહિતીઓ મેળવી હતી. જેમાં દિનેશભાઇ સુરતથી ગામડે મોટા આંકડીયા આવ્યા અને વિદેશથી સારામાં સારી ક્વોલિટીના 3 નંબરના અંજીરના 1200 રોપ મગાવી વાવેતર કર્યું અને સારી એવી માવજત કરી.

આ પણ વાંચો Natural farming in Bhavnagar : પ્રાકૃતિક ખેતીથી કેરી સહિતનો વિવિધ પાક આપે છે સારી ઉપજ

પરદેશથી મંગાવ્યાં રોપ ખેડૂત દિનેશભાઇએ સારામાં સારી ક્વોલિટી જે 800 જાતની વેરાયટી (Cultivation of figs in Amreli )આવે છે જેમાંથી ત્રીજા નંબરની વેરાયટીના રોપ વિદેશથી મગાવી વાવેતર કર્યું. જેમાં 80 ગ્રામથી 120 ગ્રામ આસપાસનું ફળ આવે છે. જેવી ખેડૂત માવજત કરે એ પ્રમાણે ફળ (Crop of Figs )આવે છે. ત્યારે દિનેશભાઈને પોતાના સાત વિઘા જમીનમાં 1200 અંજીરના રોપનું વાવેતર કર્યું અને છ મહિના બાદ તેમાં ફળ આવવા લાગ્યાં. તેમાં 120 ગ્રામ એક ફળનું વજન થાય છે. બીજો પાક ફરી ચોમાસામાં આવ્યો એટલે કે એક વર્ષમાં બે વખત અંજીરનો પાક આવે છે. ચોમાસાના પાકમાં પાણીને લીધે મીઠાશ ન આવતા તેનું જામ બનાવી વેચ્યો અને સારી કમાણી ( Farmers Income )કરી.

ગાય આધારિત ખેતી અંજીરની ખેતીમાં પ્રાકૃતિક ખેતી (Natural farming )એટલે કે ગાય આધારિત ખેતી કરી રહંયા છે. જેમાં ગાયનું ગોબર, ગોમૂત્ર, ગાયનું દૂધ, છાશ, ચણાનો લોટ ગોળ તમામનો ડોઝ બનાવી છંટકાવ કરે છે. ટપક પદ્ધતિમાં ડોઝ નાખી દેવાથી તમામ રોપના જડમૂળ (Cultivation of figs in Amreli ) સુધી પહોંચી જાય છે તેમજ છટકાવ અને પીયત પણ કરે છે. ત્યારે ખેડૂત પુત્રે કોરોનાકાળ દરમ્યાન પોતાના પિતાનું સ્વપ્ન સાકાર કરી ગુજરાતમાં અંજીરની ખેતી (Crop of Figs )સફળ સાબિત કરી બતાવી અને અઢળક કમાણી ( Farmers Income ) પણ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details