- અમરેલીમાં લીલાપાણી નેસડામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી મુલાકાત
- જિલ્લાના ગીર જંગલમાં નેસડામાં તમામ માલધારીઓના ઝૂંપડાને નુકસાન થયું
- ચારણ પરિવારના યુવકે ભજાન ગાઈને લોકોનું મનોરંજન પણ કર્યું હતું
અમરેલીઃ લીલાપાણી નેસ જંગલ મધ્યમાં આવેલા સૌથી મોટા નેસડાઓ પૈકીની એક નેસ છે. અહીં વસવાટ કરતા માલધારીઓને વાવાઝોડાએ હેરાન દીધા છે. તેમના ઝૂંપડાઓ પડી ગયા છે. પશુઓનો ચારો પાણીમાં પલળીને સડી ગયો છે. અનાજ પણ પલળી જતા અનાજને તડકામાં સુકવીને ખાવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. માલધારીની હાલત અતિ કફોડી બની ગઈ છે. જિલ્લાના ગીર જંગલમાં આવેલા નેસડાઓમાં લગભગ તમામ માલધારીઓ ઝૂંપડાઓ બાંધીને રહે છે ત્યારે ભયંકર વાવાઝોડામાં તેમના ઝૂંપડાઓ નષ્ટ થઈ ગયા છે. આવા સંજોગોમાં સરકાર આ માલધારીઓની પડખે ઉભા રહી તેમનું જીવન ફરી થાળે પાડે એવી માગ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પણ કરી છે.
આ પણ વાંચો-બનાસકાંઠા જિલ્લામાં પવન સાથે વરસાદ, અનેક ખેડૂતોને પાકમાં નુકશાન
ઝૂંપડા પડી ગયા પણ કોઈ સહાય ન મળી
વાવાઝોડામાં ઝૂંપડા પડી ગયા હતા ત્યારે સરકારની કોઈ સહાય આવી નથી. પશુને ઘાસચારો નથી. અમારે ખાવાનું બધું પલળી ગયું છે. કોઈ પ્રકારની સહાય આવી નથી. હજારો પશુ અહીં નેસડામાં છે. બધા પશુ પણ ભૂખ્યા છે. રસ્તા હજી બંધ છે અમારા પશુ ક્યાં ચરવા જાય.