અમરેલીમાં મતગણતરી અંગે કલેક્ટર દ્વારા અપાઈ માહિતી - lok sabha elaction 2019
અમરેલી: આવતી કાલે અમરેલી પ્રતાપ રાય આર્ટ્સ કોલેજમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલુ થશે, ત્યારે ત્યાંની વ્યવસ્થા કેવી છે અને કેટલા બુથ છે તેની વિગતો અમરેલી કલેકટરે આપી હતી. અમરેલીમાં ટોટલ 139 રાઉન્ડમાં મતગણતરી થશે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા ગણતરીને લઈને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
અમરેલી લોકસભામાં કુલ 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થયો છે. જેમાં ટોટલ 980 પોલિંગ સ્ટાફ સહિત મેડીકલની 3 ટીમ, 108 એમ્બ્યુલન્સને પણ ખડેપગે રખાશે. તેમજ PGVCLની 2 ટીમ હાજર રહેશે. આ ઉપરાંત 1 CRPF ટીમ તેમજ 300 જેટલો પોલીસ સ્ટાફને તૈનાત કરાશે. લાઠી વિધાનસભામાં 18 રાઉન્ડમાં મતગણતરી થશે. જેમાં ધારી વિધાનસભામાં 20 રાઉન્ડમાં મતગણતરી થશે.અમરેલી વિધાનસભામાં 22 રાઉન્ડમાં મતગણતરી થશે. તેમજ સાવરકુંડલા વિધાનસભા 22 રાઉન્ડમાં મતગણતરી થશે. મહુવાની 17 રાઉન્ડમાં મતગણતરી થશે તેમજ ગારીયાધારમાં 18 રાઉન્ડમાં મતગણતરી થશે.