ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજુલામાં તૌકતે વાવાઝોડાએ લીધો બાળકીનો ભોગ, દીવાલ ધસી પડતા 4 લોકો દટાયા

અમરેલી જિલ્લામાં વાવાઝોડાને કારણે રાજુલા ખાતે દિવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના 4 લોકો દટાયા હતાં. જે પૈકી, એક બાળકીનું મોત થયું છે. આથી, બાળકીના મોતથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

રાજુલામાં તૌકતે વાવાઝોડાએ લીધો બાળકીનો ભોગ
રાજુલામાં તૌકતે વાવાઝોડાએ લીધો બાળકીનો ભોગ

By

Published : May 19, 2021, 3:36 AM IST

  • રાજુલામાં તૌકતે વાવાઝોડથી ભારે નુકસાન
  • દિવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના 4 લોકો દટાયા
  • ઘટનામાં એક બાળકીનું મોત નિપજ્યું

અમરેલી: જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વરસાદ સાથે પવનની શરૂઆત થઈ હતી. રાજુલામાં તૌકતે વાવાઝોડથી તારાજી સર્જાઈ છે. ઘણી જગ્યાએ મકાનો પડવાના કિસ્સા સામે આવી રહ્યા છે. તેવામાં, રાજુલાના તવક્કલ નગર વિસ્તારનો એક દુઃખ ભર્યો કિસ્સો સામે આવ્યો હતો. તવકકલ નગરમાં દિવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના 4 લોકો દટાયા હતાં. જે પૈકી, એક બાળકીનું મોત થયું છે.

આ પણ વાંચો:જલાલપોરના દીવાદાંડી-માછીવાડ ગામે છ ગાળાનું મકાન તૂટી પડ્યુ

પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો

ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બાળકીના મોતથી શહેરમાં અને પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો:વાવાઝોડામાં ખરી પડેલી કેરીઓ ખરીદવા કોઈ તૈયાર નથી, વેપારીઓએ ખરીદી બંધ કરી

ABOUT THE AUTHOR

...view details