ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવિંદ કેજરીવાલે રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરને ફોન કરીને કહ્યું કે... - દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ

રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર છેલ્લા 8 દિવસથી પડતર જમીન પાલિકાને આપવા બાબતે બર્બટાણા રેલવે સ્ટેશને ઉપવાસ આંદોલનમાં બેઠા છે. ત્યારે, રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ આ મુદ્દામાં રસ લીધો છે અને આ સંદર્ભે ધારાસભ્ય અંબરીશ ડેર સાથે વાત કરીને તમામ ડોક્યુમેન્ટ મંગાવ્યા છે. જેની અંબરીશ ડેરે ટ્વિટ કરીને આપી હતી.

અરવિંદ કેજરીવાલે રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરને ફોન કર્યો
અરવિંદ કેજરીવાલે રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરને ફોન કર્યો

By

Published : Jun 15, 2021, 8:54 PM IST

  • અરવિંદ કેજરીવાલે રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર સાથે ફોન પર કરી વાત
  • ચાલી રહેલા આંદોલનમાં પડતર જમીન મુદ્દે કેજરીવાલે ડોક્યુમેન્ટ પણ મંગાવ્યા
  • કેજરીવાલે ફોન કર્યાની અંબરીશ ડેરે ટ્વીટ કરીને માહિતી આપી

અમરેલી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે, અરવિંદ કેજરીવાલે ફોન પર રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર સાથે વાતચીત કરી હતી. ધારાસભ્ય અંબરીશ ડેર સાથે વાત કરીને તમામ વિગતો સાંભળી ડોક્યુમેન્ટ પણ મંગાવ્યા છે.

આ પણ વાંચો:હાર્દિક પટેલ હાથનો સાથ છોડી પકડશે ઝાડુ...?

કેજરીવાલને રાજુલા મુદ્દે પડ્યો રસ

છેલ્લા 7 દિવસથી રાજુલા શહેર વિસ્તારમાં રેલવેની પડતર જમીનનો શહેરના વિકાસ માટે ઉપયોગ કરવાનો મુદ્દો ગરમ થતો જાય છે. ત્યારે, રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે આ પડતર જમીન પાલિકાને આપવા માટે તમામ સ્તરે રજૂઆત કરી છે અને હવે બર્બટાણા રેલવે સ્ટેશને ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. એવા સંજોગોમાં હવે રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન આ વાતની જાણ થતા આ મુદ્દામાં રસ લીધો હતો. આ સંદર્ભે ધારાસભ્ય અંબરીશ ડેર સાથે ફોન પર વાત કરીને તમામ વિગતો સાંભળી ડોક્યુમેન્ટ મંગાવ્યા હતા.

આ પણ વાંચો:કેજરીવાલ દેશની જનતા માટે આશ્વાસનના 2 શબ્દો પણ ન બોલ્યા: કોંગ્રેસ

કેજરીવાલે ફોન પર વાતચીત કરીઃ અંબરીશ ડેર

અંબરીશ ડેરે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપતાં જણાવ્યું હતું કે, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાતના પ્રવાસ દરમિયાન 'આપ' ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની હાજરીમાં અમારા ચાલી રહેલા અનશન આંદોલન અંગે ફોન પર વાતચીત કરી અને મુદ્દા અંગે વાત કરી વિગતો માંગી હતી.

ABOUT THE AUTHOR

...view details