અમરેલીઃ રાજૂલાના ST બસ સ્ટેન્ડમાં ઉભી કરાયેલી હંગામી શાક માર્કેટમાં અડધાથી વધારે વેપારીઓને જગ્યા નહીં ફલવાતા તેમને આકરા તાપમાં ખુલ્લામાં બેસવાનો વારો આવ્યો છે. જેના લીધે શાકભાજી વેંચતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો.
રાજૂલાના ST બસ સ્ટેન્ડમાં ઊભી કરાયેલી શાક માર્કેટમાં વેપારીને જગ્યા નહીં મળતા રોષ
રાજૂલાના ST બસ સ્ટેન્ડમાં ઉભી કરાયેલી હંગામી શાક માર્કેટમાં અડધાથી વધારે વેપારીઓને જગ્યા નહીં ફલવાતા તેમને આકરા તાપમાં ખુલ્લામાં બેસવાનો વારો આવ્યો છે. જેના લીધે શાકભાજી વેંચતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો.
Rajula
શાક માર્કેટના વેપારીઓમા કચવાટ શરૂ થતાં માર્કેટિંગ યાર્ડ ચેરમેન જીગ્નેશ પટેલ એસ.ટી.બસ સ્ટેન્ડએ પોહચ્યા હતા અને ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ અને ચીફ ઓફિસરને પણ સ્થળ પર આવી સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને શાકમાર્કેટ તાકીદે અન્ય બહોળી જગ્યાપર આપવા માટે માર્કેટિંગ યાર્ડ ચેરમેન અને નાયબ કલેકટર સહિત અધિકારીઓ બેઠક કરી નિર્ણય લેવામાં આવશે.