ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલી પોલીસે દોઢ મહિના અગાઉ થયેલી ચોરીના આરોપી ઝડપી પાડ્યો - Gujarat

અમરેલી: દોઢ માસ પહેલા સાવરકુંડલા શહેર ખાતે આવેલ મેરેજ હોલમાંથી મોબાઇલ ફોન અને રોકડ ટાઉનમાંથી દોઢ માસ પહેલા મોબાઇલ ફોન અને રોકડ રકમની ચોરી થઇ હતી. જેને પોલીસે ઉકેલ્યો છે, સાવરકુંડલા દેવળા ગેઇટ પીક-અપ બસ સ્‍ટેશન પાસેથી એક ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો.

ચોરીનો આરોપી

By

Published : Apr 30, 2019, 5:57 AM IST

નિશીત મનજી દુધાત અમદાવાદના રહેવાસી છે 10 માર્ચે પોતાના લગ્‍ન સાવરકુંડલા મુકામે નેસડી રોડ ઉપર આવેલ શામજીબાપા મેરેજ હોલ ખાતે યોજાયા હતાં. જે દિવસે મેરેજ હોલના એક રૂમમાં પોતાની સુટકેસમાં રોકડા રૂપિય 1,94,000 તથા સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન રૂપિયા 1400 નો રાખ્યો હતો. જે કુલ મળીને રૂપિયા 1,95,400 નો મુદ્દામાલ કોઇ શખ્સ દ્વારા ચોરી કરી ગયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ સાવરકુંડલા ટાઉન પોલિસે તપાસ શરૂ કરી હતી. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી હતી.

શિલ્પેશ ઉર્ફે શૈલેષ બાલુભાઇ વાળાની પોલીસે દેવળા ગેઇટ પીક-અપ બસ સ્‍ટેશન પાસેથી કરી હતી. જેની સાથે પોલીસે રોકડા રૂપિયા 10,000 તથા સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન રૂપિયા 1400 મળી કુલ રૂપિયા 11,400 નો મુદ્દામાલ જપ્ત કપ્યો હતો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details