અમરેલી: ખાંભાના પાટી અને રાયડી ગામ વચ્ચે આવેલા એક ખેતરમાં ખેતી કરી ગુજરાન ચલાવતા સુરેશભાઈ સુહાગીય અને તેમના માતા દૂધીબેન સુહાગીયાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી બંને મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મોકલી આપ્યા છે. આ બનાવને લઈ પોલીસ દ્વારા આસપાસના ખેડૂતોના નિવેદન નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમરેલી એલસીબી, એસઓજી, ખાંભા અને રાજુલા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. અમરેલી SP હિમકર સિંહ આ ઘટનામા તપાસ ચાલી રહી છે.
Amreli Murder: માતા પુત્રની હત્યામાં અમરેલી SPએ 11 ટીમો બનાવી હત્યારાને શોધવા કવાયત - murdered body of a mother and son in Amreli
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ધોળેદિવસે ડબલ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી છે. ખાંભાના રાયડી-પાટી વચ્ચે આવેલા ખેતરમાં માતા-પુત્રની તિક્ષણ હથિયારોના ઘા મારી હત્યા નિપજાવી દેવાતા પોલીસે હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.
રાત્રીના સમયે હત્યાઓ કરી હોવાની પોલીસને પ્રાથમિક શંકા:અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગુન્હેગારોને પોલીસનો ડરના હોય તેમ હત્યાઓ કરી ગુન્હાનોને સતત અંજામ આપી રહ્યા છે. અમરેલી જિલ્લામાં વધુ બે હત્યા થતા ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઈ પોલીસએ મૃતક માતા દૂધીબેન જીવરાજભાઈ સુહાગીયા,પુત્ર સુરેશભાઈ જીવરાજભાઇ આ બનેની તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી રાત્રીના સમયે હત્યાઓ કરી હોવાની પોલીસને પ્રાથમિક શંકા જય રહી છે હાલમાં ઘટનાની ગંભીરતાને લઈ અમરેલી SP હિમકર સિંહ ઘટના સ્થળે દોડી અલગ અલગ પોલીસ અધિકારીઓની ટીમો દોડી હત્યારા સુધી પોહચવા કવાયત હાથ ધરી છે.
11 જેટલી ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ:હાલમાં હત્યાનું કારણ અંકબંધ છે, પોલીસ દ્વારા કુલ 11 જેટલી ટીમો બનાવવામાં આવી છે. જેમાં ખાંભા, રાજુલા, ચલાલા, ધારી, એલસીબી, એસઓજી સહિત બ્રાન્ચની ટીમો પણ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી રહી છે. ઘટના સ્થળની ચારે તરફ ખેતરો અને સિમ વિસ્તાર હોવાને કારણે ડિટેક્શન કરવું તે પણ એક મોટો પડકાર ઉભો થયો છે. જોકે પોલીસએ હાલ તો ભેદ ઉકેલવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.