અમરેલી : બૃહદ ગીર તરીકે જાણીતો અને સિંહોના વસવાટ માટે ઘર ગણાતો અમરેલી જિલ્લો ઓળખાય છે. જ્યાં ગીર કાંઠાના નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આટાફેરા કરતા જોવા મળે છે. પરતું ક્યારેક સિંહો ખોરાકની શોધમાં ગ્રામ્ય વિસ્તારોમાં આવી જતા લોકો ભયભીત થઈ જતા હોય છે. તેમજ ગ્રામ્ય લોકો ખેતી કામ કરવા રાતના સમયે જતા ફફડતા છે. ત્યારે વડીયાના બાજુના ગામમાં ખેડૂત પોતાના ખેતરોમાં રાત્રીના સમયે આરામ કરતા તેની બાજુમાં બે સિંહો આવતા ગભરાઈ ગયા હતા.
ખેડૂતે આંખ ખોલી તો સિંહ દેખાણા : વડીયા ડેમ નજીક આવેલા ખેડૂતના ખેતરે ઘઉંનો ઢગલો પડ્યો હતો. ખેડૂત પોતાના ખેતરે પોતાના પાકનું રખોપુ કરવા ખાટલો નાખીને સુતા હતા. એ દરમિયાન ખળભળાટ થતા ખેડૂતે લાઈટ કરીને જોયું તો થોડે દૂર બે સિંહો ઉભા હતા. તેમના ખાટલા નજીક બે સિંહના બચ્ચા જોઈને ખેડૂત હાંફળો ફાફળો થઈને ડરીને ભાગી ગયો હતો. જોકે ખેડૂતના જણાવ્યા અનુસાર તે બે ત્રણ આળગોટિયા ખાઈ ગયા અને તાબડતોબ પોતાના ઘરે આવી ગયા અને તેમના કૌટુંબિક ભાઈ અને પૂર્વ સરપંચને વાત જણાવી હતી. બે ત્રણ ખેડૂતો ફરી ખેતર જઈને તપાસ કરી અને પાકના ઢગલાઓ વ્યવસ્થિત ઢાંકીને પરત આવતા રહ્યા હતા.
આ પણ વાંચો :Gir National Park : જંગલનો રાજા તરસ છુપાવતો કેમેરામાં થયો કેદ