ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતના એક પંખીના માળા જેવડા ગામમાં લોકો શાંતિથી સૂતા નથી - Earthquake in mitiyala village

ગુજરાતના એક ગામમાં લોકો શાંતિથી ઊંઘી ( Earthquake in mitiyala village) શકતા નથી. કડકડતી શિયાળીના ઠંડીમાં લોકો શેરીમાં સુવે છે. આ ગામ જંગલ વિસ્તારમાં હોવાથી લોકોને સિંહો (Amreli Earthquakes) દીપડાઓનો ડર લાગતો નથી. પરતું આ ગામમાં લોકો ભૂકંપના આંચકાઓથી ડરી રહ્યા છે. (mitiyala village people sleep houses outside)

ગુજરાતના એક પંખીના માળા જેવડા ગામમાં લોકો શાંતિથી સૂતા નથી
ગુજરાતના એક પંખીના માળા જેવડા ગામમાં લોકો શાંતિથી સૂતા નથી

By

Published : Dec 28, 2022, 9:04 PM IST

મિતિયાળા ગામમાં લોકો ઘર બહાર સૂવા મજબુર

અમરેલી :ગુજરાતનું એક એવું ગામ જ્યાં લોકો ભૂકંપના આંચકાના કારણે રાત્રે શાંતિથી(Earthquake in Mitiala village) ઊંઘી શકતા નથી. વાત કરીએ છીએ અમરેલી જિલ્લાના મિતિયાળા ગામ જે જંગલ વિસ્તારમાં આવેલું છે, મિતિયાળા ગામ જંગલ વિસ્તારના નજીક હોવાથી ત્યાં સિંહો અને દીપડાનો વસવાટ છે. પરતું અહીંના લોકોને સિંહો દીપડાઓનો ડર લાગતો નથી. અહીંના લોકોને ડર લાગે છે અવારનવાર આવતા ભૂકંપના આંચકાઓથી. ભૂકંપના આંચકાના કારણે કડકડતી શિયાળાની ઠંડીમાં ગામના લોકો ફળિયા અને શેરીઓમાં સુવા માટે મજબૂર બન્યા છે.(Amreli Earthquakes)

આ પણ વાંચોમિતિયાળામાં ભૂકંપનો ભય, ગાંધીનગરથી રિસર્ચ ટીમે આપી જાણકારી

મિતિયાળા ગામ વિશે સાવરકુંડલાનું મિતિયાળા ગામ ડુંગરાળ વિસ્તાર છે અને અહીં 1800 આસપાસની વસ્તી છે. અહીં માલધારી અને ખેડુતોનો વસવાટ છે, ત્યારે અહીં છેલ્લા એક મહિના ઉપરથી ગ્રામજનો ભૂકંપના આંચકાઓ અનુભવી રહ્યા છે. દિવસના તો ક્યારેક રાત્રીના સમયે પણ ધરા ધ્રુજે છે. કાચા કે પાકા મકાનોને નુકશાનીઓ થઈ રહી છે. લોકોને મિતિયાળા જંગલ નજીક હોવાથી સિંહો અને દીપડાનો ભય નથી લાગી રહ્યો અહીંના લોકો ભૂકંપના આંચકાઓથી ફફડીરહ્યા છે. બાળકો સ્કૂલે જતા નથી માલધારીઓના પશુઓ પણ ભડકીને આમતેમ દોડે છે. (Earthquake tremors in Amreli)

આ પણ વાંચોઇન્ડોનેશિયાના પશ્ચિમી પ્રાંત જાવામાં 5.4 તીવ્રતાનો ભૂકંપ, 44ના મોત અને 300થી વધુ ઇજાગ્રસ્ત

ભૂંકપના કારણે ગામની મુશ્કેલીઓ સમસ્યાના સમાધાન માટે શિયાળાની ઋતુમાં લોકો (Earthquakes in mitiyala Amreli) મકાનોના ઓરડાઓ છોડીને ફળિયા અને શેરીઓમાં સુવા મજબુર બન્યા છે. વડીલો તાપણું કરીને વારાફરતી ઊંઘ કરે છે. ગામની સમસ્યાના સમાધાન માટે ભૂસ્તર જાથાના લોકોએ અહીં તપાસો કરીને જણાવ્યું હતું કે, અહીં સામાન્ય આંચકાઓ આવે છે. કોઈ મોટો ધરતીકંપ થવાની શક્યતાઓ નથી. ગામના લોકોએ ડરવાની જરૂર નથી. છતાં ગ્રામજનોના હૈયે બેઠેલી હેબત હજુ યથાવત છે અને ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જ જણાઈ રહ્યા છે અને શિયાળામાં ખુલ્લામાં જ સુવે છે. (mitiyala village Earthquake tremors)

ABOUT THE AUTHOR

...view details