ગુજરાત

gujarat

Amreli Bullock cart merrage: અમરેલી જિલ્લામાં પ્રાચીન પરંપરાને ઉજાગર કરતી જાન બળદગાડામાં પરણવા માટે નીકળી

By

Published : Dec 10, 2021, 7:52 AM IST

Updated : Dec 11, 2021, 10:10 AM IST

આધુનિક સમયમાં પૌરાણિક અને પારંપરિક સંસ્કૃતિનું જતન આજે પણ થતું જોવા મળી રહ્યું છે. ત્યારે અમરેલી જિલ્લાના તાલુકાના ઉદ્યોગપતિ અને હાલ સુરત રહેતા લલિત ડોબરીયાના પુત્ર હેનિલનો લગ્ન પ્રસંગ બળદગાડામાં જાન(Wedding in a bullock cart) લઈને પૂર્ણ કરવામાં આવ્યો હતો. સાવરકુંડલાના દિતલાથી બળદગાડામાં બેસીને વરરાજા કન્યાને પરણવા માટે નેસડી પહોંચ્યા હતા. બળદગાડામાં જઇ રહેલી જાનનીના(Amreli Bullock cart merrage) દ્રશ્યો પારંપરિક અને પૌરાણિક ગુજરાતની સંસ્કૃતિને ફરી એક વખત માનસપટ પર અંકિત કરી મુકી હતી.

Amreli Bullock cart merrage: અમરેલી જિલ્લામાં પ્રાચીન પરંપરાને ઉજાગર કરતી જાન બળદગાડામાં પરણવા માટે નીકળી
Amreli Bullock cart merrage: અમરેલી જિલ્લામાં પ્રાચીન પરંપરાને ઉજાગર કરતી જાન બળદગાડામાં પરણવા માટે નીકળી

  • અમરેલી જિલ્લાના દિતલા ગામમાંથી બળદગાડામાં નીકળી જાન
  • બળદગાડામાં નીકળેલી જાને પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિને ફરી ઉજાગર
  • આધુનિક સમયમાં પણ પારંપરિક સંસ્કૃતિને જીવંત રાખવા થઈ રહ્યા છે પ્રયાસો

અમરેલીઃ દિતલા ગામ ગુજરાતની પારંપરિક સંસ્કૃતિને ફરી એકવાર ઉજાગર કરતું જોવા મળ્યું છે. દિતલા ગામના ડોબરીયા પરિવારમાં લગ્નના શુભ પ્રસંગે મૂળ અમરેલી જિલ્લાના દિતલા ગામના વતની અને હાલ સુરતમાં રહેતા વેપારી લલિત ડોબરીયાના પુત્રના લગ્ન(Wedding in Amreli) પ્રસંગ હતો. ત્યારે જાન જોડતી વખતે આપણી સંસ્કૃતિ ઉજાગર થાય તે માટે વરરાજા હેનિલે નક્કી કર્યું અને દાદા પાસે સાંભળેલી વાતો મુજબ પોતાની જાન કોઈ આધુનિક કાર કે બસમા નહીં, પરંતુ ગુજરાતની સંસ્કૃતિમાં જાન બળદગાડામાં(Wedding in a bullock cart) કાઢવાનુ નક્કી કરીને વાજતે ગાજતે બળદગાડામાં નીકળેલી જાન પરણીને સાંસ્કૃતિક પરંપરાને(Amreli Bullock cart merrage) પણ ઉજાગર કરતી જોવા મળી.

Amreli Bullock cart merrage: અમરેલી જિલ્લામાં પ્રાચીન પરંપરાને ઉજાગર કરતી જાન બળદગાડામાં પરણવા માટે નીકળી

જાનમા જોડાયેલા બળદગાડાને સુશોભિત કરાયા હતા

આજથી વર્ષો પૂર્વે જ્યારે વાહન વ્યવહારની કોઈ સગવડ ન હતી ત્યારે પરણવા જતી જાન બળદગાડામાં(traditional culture of Gujarat is marriage) જોવા મળતી હતી. પરંતુ સમય બદલાયો વાહન વ્યવહાર વધુ મળતા થયા પરિણામે ગામડાની પ્રાચીન પરંપરા મુજબનું બળદગાડું ધીમે ધીમે લગ્ન જેવા શુભ પ્રસંગોમાંથી અદૃશ્ય થતું જોવા મળ્તું હતું. ત્યારે હેનીલ ડોબરીયાએ પોતાના લગ્નને પારંપરિક સંસ્કૃતિ(traditional culture of marriage) મુજબ સુશોભિત કરેલા બળદ ગાડામાં કન્યાને ફરણવા જવાનો નિર્ણય કર્યો અને દિતલાથી નીકળીને જાન નેસડી(Amreli Bullock cart merrage) સુધી પહોંચતા વચ્ચે આવતા તમામ ગામના લોકોએ આ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાને નિહાળીને અભિભૂત થયા હતા.

આ પણ વાંચોઃ સાંસ્કૃતિક વારસાના જતન માટે સમગ્ર જીવન સમર્પિત કરનાર મૂર્તિકાર સ્વર્ગીય મહાપાત્ર

આ પણ વાંચોઃ કેનેડાથી ભારત લાવવામાં આવી અન્નપૂર્ણા માતાની મૂર્તિ, અહીં થશે સ્થાપના

Last Updated : Dec 11, 2021, 10:10 AM IST

ABOUT THE AUTHOR

...view details