ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં તીનપત્તી રમતા 3 ઇસમો ઝડપાયા - gambler

અમરેલીઃ દામનગરના નારાયણનગરમાંથી મોબાઇલમાં ઓનલાઇન તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને રૂપિયા 62,850ના મુદ્દામાલ સાથે અમરેલી LCB પોલીસે પકડી પાડ્યા હતા.

police

By

Published : Apr 6, 2019, 11:45 PM IST

5 એપ્રિલના રોજ અમરેલી LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.વાઘેલા તથા LCB ટીમે દામનગરના નારાયણનગરમાંથી જાહેરમાં ભેગા થઇ મોબાઇલ વડે ઓનલાઇન તીનપત્તીનો જુગાર રમી રમાડતાં 3 ઇસમોને પકડી પાડી તેની સામે જુગારધારા હેઠળ ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ ઇસમોને દામનગર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.

ઝડપાયેલા આરોપીઓમાં વનરાજ રમેશભાઇ જાદવ (ઉંમર 23) (રહે.નારાયણનગર, તા.લાઠી), વિક્રમ ઉર્ફ રવિ ભુપતભાઇ મકવાણા (ઉંમર 22) (રહે.નારાયણનગર તા.લાઠી), યોગેશ ઉર્ફ ગોપાલ ભુપતભાઇ જાદવ (ઉંમર 26) (રહે.નારાયણનગર તા.લાઠી) છે. સાથે જ પકડાયેલો મુદ્દામાલ રોકડા રૂપિયા 10,850 તથા મોબાઇલ ફોન નંગ-13, કિંમત રૂપિયા 52,000 મળી કુલ કિંમત રૂપિયા 62,850નો મુદ્દામાલ પકડાયો છે.

ABOUT THE AUTHOR

...view details