અમરેલી: લીલીયાના બૃહદગીર વિસ્તારમાં 5 સિંહણનો વીડિયો (Amreli lions video viral) સામે આવ્યો છે. ક્રાંકચ એટલે સિંહનું ઘર (Krankch home of lions) માનવામાં આવે છે, ત્યાં સિંહોના મોટા પ્રમાણમાં રહેઠાણ છે, ત્યારે આવા કાળ ઝાડ ઉનાળામાં બળબળતા બપોરે ખેતરમાંથી ચાલતાં-ચાલતાં 5 સિંહો રોડ ક્રોસ કરતા નજરે ચડયા હતાં.
આ પણ વાંચો:જામનગરમાં પ્રેમના પારખા, લવ મેરેજના ખારે જમાઈ સાસુના જીવ લીધા
લીલીયાથી ક્રાંકચ જવાના માર્ગ પર ભર બપોરે 5 સિંહણ નીકળી હતી. ચાર-પાંચ દિવસથી તાપમાનનો પારો 45-46 ડીગ્રી હોવાથી માણસ પણ ત્રાહિમામ થઈ ગયા છે, ત્યારે આવા તડકામાં પશુ-પક્ષીમાં પણ ભર બપોરે પાણીની શોધમાં નીકળવું પડતુ હોય છે. આવી કાળઝાળ ગરમીમાં દિવસ દરમિયાન શિકાર કરીને પાણી પીવાની શોધમાં નીકળ્યા હતા, ત્યારે 5 સિંહણ રસ્તો રોડ ક્રોસ કરતા બંને સાઇડ વાહનો ચાલકોએ વાહનો થંભાવી દીધા હતા અને સિંહણનો વિડિયો ઉતાર્યો (Amreli local people lion video) હતો.