ગુજરાત

gujarat

ETV Bharat / state

દિવાળીના દિવસે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ખેલાય છે અનોખુ ઈન્ગોરીયા યુદ્ધ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં વર્ષોથી દિવાળીના દિવસે ફટાકડાને બદલે દેશી ઇન્ગોરીયા વનસ્પતિના ફળમાંથી બનાવવામાં આવેલા ઇન્ગોરીયા (Ingoria) નું યુદ્ધ રમાય છે. ઈન્ગોરીયાની લડાઈ એક માત્ર સાવરકુંડલામાં યોજાતી હોવાને કારણે સમગ્ર ગુજરાતના લોકો આ અનોખા ઈન્ગોરિયા યુદ્ધને જોવા માટે આજે પણ સાવરકુંડલા આવે છે. દિવાળીના દિવસે રમાતા ઇન્ગોરીયાનાં યુદ્ધને આખરી ઓપ આપવા માટે સાવરકુંડલાના યુવાનો મહિના પહેલા ઈન્ગોરીયા બનાવવાને લઈને સજ્જ બને છે. સુકાયેલા ઈન્ગોરિયામાં દારૂ ગોળા સહિતની સામગ્રી તૈયાર કરી તેમાં ભરે છે અને દિવાળીના દિવસે યુદ્ધ કરીને અનોખી રીતે ઈન્ગોરિયાની લડાઈ કરીને દિવાળીની ઉજવણી કરે છે.

Diwali 2021
Diwali 2021

By

Published : Nov 5, 2021, 12:12 PM IST

  • દિવાળીના દિવસે સાવરકુંડલામાં યોજાય છે અનોખું ઈન્ગોરીયા યુદ્ધ
  • સાવરકુંડલાના યુવાનો ઈન્ગોરીયા એકબીજા પર ફેંકીને કરે છે દિવાળીની ઉજવણી
  • વર્ષોથી ચાલતી આવતી વિશેષ પરંપરા આજે પણ યથાવત

અમરેલી: દિવાળીના દિવસે અમરેલીના સાવરકુંડલા (Savarkundla) માં ખેલાતું ઇન્ગોરીયા મહાયુદ્ધ આજે પણ એક માત્ર માત્ર સાવરકુંડલા માજ ખેલાય છે. દાયકાઓ જૂની પરંપરા મુજબ અહી સાવર અને કુંડલાના યુવાનો દિવાળીની રાતે જાણે એકબાજાના દુશ્મન બની સામે સામે ઇન્ગોરીયાના યુદ્ધમાં દુશ્મનો બની એક બીજા પર ઇન્ગોરીયા લઇ તૂટી પડે છે.

દિવાળીના દિવસે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ખેલાય છે અનોખુ ઈન્ગોરીયા યુદ્ધ

ઇન્ગોરીયાની લડાઈ રજવાડાના સમયથી રમાતી આવે છે

ઇન્ગોરિયાં (ingoriya tree) માં હર્બલ દારૂગોળો એટલે કે કોલસો, ગંધક, રાખ જેવા નુકશાન રહિત પદાર્થો ભેળવી તેને ઇન્ગોરીયાના ફળમાં ભરે છે, જેથી ઇન્ગોરીયું રોકેટ જેવું કામ આપે છે. આ ઇન્ગોરીયાની વિશેષતા એ છે કે ક્યારેય તે કોઈ નુકશાન નથી પહોચાડતું. સાવરકુંડલા (Savarkundla) ના ઇન્ગોરીયાનો ઈતિહાસ જાણીએ તો આ ઇન્ગોરીયાની લડાઈ રજવાડાના સમયથી રમાતી આવે છે.

દિવાળીના દિવસે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ખેલાય છે અનોખુ ઈન્ગોરીયા યુદ્ધ

હાલ ઇન્ગોરીયાના ઝાડ ઓછા હોવાથી કોકડીનો ઉપયોગ થઇ રહ્યો છે

સાવરકુંડલા (Savarkundla) ની વચ્ચે નાવલી નદી આવેલી છે, જે નદીના સામાં કાઠે સાવર અને બીજા કાંઠે કુંડલા ગામ આવેલું છે. અહી હજુ ત્રણ દાયકાઓ પહેલા જ સાવર અને કુંડલા એમ બન્ને તરફથી યુવાનો સામા સામા ઇન્ગોરીયા (Ingoria) ફેંકીને યુદ્ધ ખેલતા આજે પણ જોવા મળે છે. આ લડાઈમાં કુંડલા જીતે તો સામું વર્ષ સોળ આનીનું મનાતું તેવી લોક વાયકા હતી પરંતુ સમયાંતરે આ રમત હાલ દેવળા ગેઇટ તેમજ મણીભાઈ ચોકમાં રમાઈ રહી છે. જેમાં ઇન્ગોરીયાની જગ્યા હાલ કોકડીએ લીધી છે, જેનું કારણ જંગલમાં બીડમાં હાલ ઇન્ગોરીયાના ઝાડ ઓછા હોવાથી કોકડીનો ઉપયોગ થઇ રહ્યો છે.

દિવાળીના દિવસે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ખેલાય છે અનોખુ ઈન્ગોરીયા યુદ્ધ

આ પણ વાંચો: દીવાળીના પાવન પર્વે સોમનાથ મહાદેવ મંદિર હજારો દિવડાઓની દિવ્ય રોશનીથી ઝળહળી ઊઠ્યું

ઇન્ગોરીયાની લડાઈ આજે પણ લોકો મન ભરીને ઉજવે છે

દિવાળી એટલે ફટાકડા (Fireworks) ફોડીને આનંદ પ્રમોદ કરવાનો અવસર પણ સાવરકુંડલા (Savarkundla) માં દિવાળીની રાત્રે ફટાકડાની જગ્યાએ ઇન્ગોરીયા (Ingoria) ની લડાઈ થાય છે. રજવાડા સમયથી ચાલી આવતી ઇન્ગોરીયાની લડાઈ આજે પણ લોકો મન ભરીને ઉજવે છે. ઇન્ગોરીયું ફટાકડો હાથ બનાવટનો ફટાકડો છે અને આ ઇન્ગોરીયું બનવાવા રમતવીરો નવરાત્રી બાદથી તૈયારીઓ કરવા માંડે છે અને દિવાળીની રાત્રે શેરીએ શેરીએ અને ગલીએ ગલીએ ઇન્ગોરીયાની લડાઈ જોવા મળે છે.

આ પણ વાંચો: Happy diwali: કેન્દ્રીય પ્રધાન રૂપાલાએ વતન ઈશ્વરીયામાં કરી દિવાળી પર્વની ઉજવણી, સૌને પાઠવી શુભકામનાઓ

અન્ય મહાનગરોમાંથી લોકો ઇન્ગોરીયાની લડાઈ જોવા ઉમટી પડે છે

સાવરકુંડલાના મણીભાઈ ચોકથી લઈને દેવલા ગેઈટ નાવલી નદીમાં ઇન્ગોરિયાની રમત રમવા રાત્રીના દસ વાગ્યાથી લોકો ઉમટી પડે છે અને ઇન્ગોરીયા એક બીજા પર છૂટા ઘા કરીને ટોળાને ભગાડીને આનંદ ઉઠાવે છે. દિવાળી વખતે ઇન્ગોરીયાની રમત ફક્તને ફક્ત સાવરકુંડલામાં જ રમાતી આવે છે અને ઇન્ગોરીયાની રમત એટલી બધી પ્રચલિત બની ગઈ છે કે, અમરેલી જિલ્લા સિવાય અન્ય મહાનગરોમાંથી લોકો ઇન્ગોરીયાની લડાઈ જોવા ઉમટી પડે છે. વિશ્વભરમાં ઇન્ગોરીયાની રમત સાવરકુંડલામાં જ રમાતી આવી છે અને લોક વાયકા મુજબ ઇન્ગોરીયા ફેંકીને એકબીજાને પીછે હઠ કરવા મજબુર કરતી આ રમતમાં ક્યારેય કોઈ ઈજાગ્રસ્ત બન્યું નથી અને રજવાડા સમયથી રમાતી આ રમત આજે પણ એટલી જ લોકપ્રિય છે કે દિવાળી ટાંણે રમતનો લાહવો લેવા અબાલવૃદ્ધ સૌ જાહેર ચોકમાં રમતને માણવા આવી જાય છે.

ABOUT THE AUTHOR

...view details