અમરેલી જિલ્લાના માચિયાળાના પ્રગતિશીલ ખેડૂત અરવિંદ ભાઈ ઘણા સમયથી વીજળીના પ્રશ્નથી પરેશાન હતા. તેમના ખેતરમાં પાક વાવેતર માટેના પિયત કરવા માટે પાણી તો હતું પણ વીજળી ન હતી. આમ આ ખેડૂતને રાત ઉજાગરા કરીને પાણી માટે મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો. પછી તેમને સોલાર પેનલ થી પણ વિદ્યુત પેદા થઈ શકે છે તેમ જાણ થતા તેમણે તેને માહિતી મેળવીને પોતાના ખેતરમાં પેનલો લગાવ્યા હતા. આ પેનલથી તેમની ખેતીમાં તેમને ધણા ફાયદાઓ થયા જેમ કે પોતાની ઈચ્છા મુજબ દિવસ દરમિયાન પેનલ દ્વારા જાતે પાણી પિયત કરી શકે છે તેમજ રાત્રી ઉજાગરા પણ કરવો નથી પડતો.
અમરેલીના ખેડૂતે સૌર ઊર્જાની મદદથી પિયત કરાવી નફો મેળવ્યો
અમરેલી: આપણાં દેશની મોટા ભાગની વસ્તી ગામડામાં રહે છે, જેમની આજીવિકાનો મુખ્ય આધાર ખેતી છે. સારી ખેતી ઘણાં પરિબળો પર આધાર રાખે છે, જે પૈકી સૌથી મહત્વનું પરિબળ છે પાણી. વાવેતરથી માંડીને કાપણી સુધીના પાકના વિકાસ અને ઉત્પાદનના પ્રત્યેક તબક્કે પાકને યોગ્ય પ્રમાણમાં પાણીની જરૂરીયાત રહે છે. પિયતની ચોક્કસ અને પુરતી સગવડ હોય તો જુવારનું ઉત્પાદન બમણું, બાજરી, કપાસ, મગફળીનું ત્રણ ગણું જયારે ઘંઉનું ઉત્પાદન ચાર ગણું થાય છે. તેથી ખેડૂતો વરસાદની અનિયમિતતાની ઉત્પાદન પર માઠી અસર ન થાય તે માટે પોતાની રીતે પિયતની સગવડ ઉભી કરવા પ્રયત્ન કરે છે. જિલ્લાના નાના માચિયાળા ગામના ખેડૂતે સરકાર દ્વારા મળતી સૌર ઉર્જાની યોજનાનો ઉપયોગ કરી પ્રગતિ હાંસલ કરી છે. પોતાના ખેતરમાં સોલાર પેનલ લગાવી પાકને પિયત આપવાની કામગીરી શરૂ કરી હતી. જેથી ખેડૂતને સારી એવી સફળતા પણ મળી હતી.
પ્રગતિશીલ ખેડૂત અરવિંદ ભાઈ
આ સોલાર વીજ પમ્પમાં આમ તો 4 થી 4.50 લાખ જેવો ખર્ચ થાય છે જેમાં હોર્ષ પાવર મુજબનો ખર્ચ થતો હયો છે. જેમાં હોર્સ પાવર દીઠ પાંચ હજાર ખર્ચ અને રજિસ્ટ્રેશન ફી એક હજાર થાય છે. સોલાર વીજ પમ્પના બે પ્રકારમાં પાંચ હોર્સ પાવર અને સાડા સાત હોર્ષ પાવરના ઉપલબ્ધ છે.