રાજકોટમાં જેલ પરોલમાંથી ફરાર આરોપીને અમરેલી પોલીસે સારંભડાથી ઝડપ્યો - રાજકો'ટ
રાજકોટ: મધ્યસ્થ જેલમાંથી વચગાલાના જામીન પરથી છુટી ફરાર થયેલા લૂંટના આરોપીને અમરેલી LCBએ ઝડપી પાડ્યો છે.
અનેક ગુન્હાના આરોપી રણજીત વાળાને છ વર્ષની સજા થયેલી હતી. રાજકોટ મધ્યસ્થ જેલ માંથી વચગાળાના જામીન ઉપર છુટી ફરાર થયેલ કેદીને અમરેલી તાલુકાના સરંભડા ગામની સીમમાંથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ...
મજકુર રણજીત ભાભલુભાઇ વાળા વિરૂધ્ધમાં લુંટના અને મારા મારીના અનેક ગુન્હાઓ નોંધાયેલ છે અને તે એકલ-દોકલ વાહન ચાલક તથા લક્ઝરી બસોને ઉભી રખાવી લુંટ કરતો હતો. મજકુર ઇસમને ૪ દિવસના વચગાળાના જામીન મંજુર થયેલ હતાં અને બાદમાં નિશ્ચિત તારીખે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું. પરંતુ તે જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ જતાં આજરોજ અમરેલી LCB દ્વારા મજકુરને ઝડપી લઇ સજા ભોગવવા રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે મોકલી આપવામાં આવ્યો છે.