ગુજરાત

gujarat

ETV Bharat / state

8 વર્ષની બાળકી બની દીપડાનો ભોગ - Extraterrestrial labor

સાવરકુંડલા તાલુકાના નેસડી ગામમાં પર પ્રાંતીય મજૂર ની દીકરી નો દીપડાએ શનિવારે રાતે ભોગ લીધો હતો.

death
8 વર્ષની બાળકી બની દીપડાનો ભોગ

By

Published : May 10, 2021, 11:55 AM IST

  • ગ્રામ્ય વિસ્તારમાં દિપડાઓનો આંતક યથાવત્
  • અમરેલીમાં 8 વર્ષની બાળકીનો ભોગ લીધો દિપડાએ
  • દિપડાને જલ્દી પાંજરે પૂરવામાં આવશે

અમરેલી : રાજ્યમાં અનેક વાર મોટાથી લઈ નાના બાળકો દિપડાનો શિકાર બનતા હોય છે જેમાં અનેક વાર વ્યક્તિને પોતાનો જીન ગુમાવવાનો વારો પણ આવે છે. આ બાબતે વન વિભાગ સતત કામ પણ કરતું રહે છે. અમરેલીના નેસડી ગામમાં 8 વર્ષની બાળકીનો ભોગ દિપડાએ લીધો હતો.

પરપ્રાતિંય મજૂરની દિકરીનો દિપડાએ લીધો ભોગ

નેસડી ગામના લવાભાઈ પાનસુરીયા નામના ખેડૂતની વાડીમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરની 8 વર્ષની દીકરી પોતાના પરિવાર સાથે રાતના સમયે સૂતી હતી ત્યારે
રાતના 2 વાગ્યાની આજુ બાજુ દીપડાએ દીકરી ઉપર ત્રાટકી દીકરીનો ભોગ લીધો. હુમલો થતા બાળકીને તાત્કાલિર પ્રાથમિક આરોગ્ય સેન્ટરમાં ખસેડવામાં આવી હતી પણ ત્યા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

આ પણ વાંચો : કેશોદના અજાબ ગામમાં ખુખાંર દિપડાના ભયને લઈ ખેડૂતોએ દિવસે વિજળી આપવાની કરી માંગ


દિપડાને પાંજરે પૂરવાની કામગીરી શરૂ

આ ઘટનાની જાણ થતા ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે આવી પહોંચ્યું હતુ અને ઘટનાની તપાસ કરી હતી. વન વિભાગ દ્વારા દિપડાને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details