મજીદખાન પઠાણ જે બગસરાના વતની છે જેઓ કલરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેઓના દીકરા તોહિલને સામન્ય તાવ આવ્યો અને સામાન્ય તાવની સારવાર લીધી ત્યારબાદ ફરક ન પડતા તેમને અમરેલી સારવાર માટે ખસેડાયો હતો.
માર દિકરાને બચાવવા દેવુ કર્યુ, દાગીના વેચ્યાઃ અન્ય પરિવારના આવા દિવસો ન આવે તે માટે સરકાર પગલા લે ! - health news amreli
અમરેલીઃ બગસરામાં ડેન્ગ્યુના કારણે 6 માસના બાળકનું મોત નિપજ્યું હતું. બાળકને ડેન્ગ્યુ જેવી ગંભીર બિમારીના લક્ષણ દેખાતા પ્રથમ બગસરા, અમરેલી અને અંતમાં રાજકોટમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મૃતક બાળકનું નામ તોહિલ મજીદખાન પઠાણ હતું.
ત્યાં પણ સારું ન થતા અને વધુ તબિયત લથડતા રાજકોટ રીફર કરાયો હતો. ત્યાં તેની સારવાર શરૂ હતી તે દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.
તોહિલના પિતાએ જણાવ્યું હતું કે, મેં મારા દીકરાને બચાવવા માટે રૂપિયાનું દેવુ કર્યું . દાગીના સહિત બધુ જ વેચવા તૈયાર થયો પરંતુ મારા દીકરાને બચાવી ન શક્યો માટે મારે મારા દીકરાને સારવાર માટે તકલીફો અનુભવી પડી તેવી કોઈ બીજા પરિવારોને કે દર્દીઓને ન પડે તે માટે સરકાર યોગ્ય પગલા ભરે. નાના પરિવારોમાં ગંભીર બીમારીઓ આવે તો સરકાર નાના ફુલકાઓની સારવારમાં મદદ રૂપ થાય તેવી આશા વ્યક્ત કરી હતી.