પ્રાપ્ત માહીતી અનુસાર, સિંહણે એકી સાથે પાંચ સિંહ બાળકોને જન્મ આપ્યો છે. તેથી સિંહ પ્રેમીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે સિંહણ બે ત્રણ કે ચાર સિંહ બાળ સિંહોને જન્મ આપે છે.વન વિભાગ દ્વારા હાલ સિંહણની દેખરેખ કરવામાં આવી રાહી છે. તો આ અગાઉ પાંચ સિંહ બાળોનો જન્મ ક્રાકચમાં થયો હતો.અમરેલી જિલ્લામાં જ બે માસમાં 10 થી વધુ સિંહ બાળનો જન્મ થયો છે.
અમરેલીમાં સિંહણે આપ્યા 5 બાળ સિંહને જન્મ, સિંહોની સંખ્યામાં ઉતરોત્તર વધારો - GUJARAT
અમરેલી: જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જિલ્લાની ખામ્ભા રેન્જમાં સિંહણે એકી સાથે પાંચ બચ્ચાઓને જન્મ આપ્યો હતો. અમરેલી ખામ્ભા રેન્જના ભાવરડી અને રાણીગ પરા વચ્ચે પથ્થરમાળા ડુંગરના જંગલમાં આ બચ્ચાઓનો જન્મ થયો છે. આ બાબતની જાણ લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વન વિભાગને આપવામાં આવી હતી.
વીડિયો
ઉલ્લેખનીય છે કે વન વિભાગની સિંહ સંરક્ષણ કરવાની કામગીરી રંગ લાવી રહી છે. સિંહોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ગત સિંહ ગણતરીમાં 511 સિંહો નોંધવામાં આવ્યા હતો.