ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલીમાં કોરોનાના 100 શંકાસ્પદ કેસ જણાયા, 96 નેગેટિવ જ્યારે 4 પેન્ડિંગ - અમરેલી લેટેસ્ટ ન્યૂઝ

કોરોના વાઇરસ મહામારી વચ્ચે અમરેલી જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના વાઇરસના શંકાસ્પદ 100 કેસ સામે આવ્યા છે. જેેમાં 96 કેસ નેગેટિવ છે, જ્યારે અન્ય 4ના રિપોર્ટ પેન્ડિંગ છે.

Etv Bharat, Gujarati News, Covid 19, Amreli News
Amreli News

By

Published : Apr 26, 2020, 2:37 PM IST

અમરેલીઃ હાલ સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. એવામાં અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 100 જેટલા શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ૯૬ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને ૪ રિપોર્ટ હજુ પેન્ડીગ છે. જેમાં રેપીડ ટેસ્ટ કીટ દ્વારા 87 રિપોર્ટ કરવામાં આવ્યા છે.

જિલ્લામા 3322 પ્રવાસીઓ હોમ ક્વોરન્ટઇન હેઠળ છે. 4206 પ્રવાસીઓના 14 દિવસનો હોમ ક્વોરન્ટઇન સમય પૂર્ણ થઈ ગયો છે. 48 હજારથી વધુ હાઉસ ટુ હાઉસ સર્વે કરી 2.2લાખથી વધુ વ્યક્તિઓની આરોગ્ય તપાસ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, હજુ સુધી અમરેલી જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી, જે અમરેલી માટે રાહતના સમાચાર છે.

ABOUT THE AUTHOR

...view details