અમદાવાદ:અમદાવાદના સોલા વિસ્તારમાં સામાન્ય બાબતમાં એક યુવકની હત્યા કરવામાં આવ્યો હોવાની ઘટનામાં સામેલ આરોપીની ધરપકડ કરાઈ છે. યુવતી સાથે વાત કરવા બાબતે અદાવત રાખીને કોલેજની બહાર જ એક યુવકે અન્ય યુવકને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો છે. આ મામલે સોલા હાઇકોર્ટ પોલીસે પહેલા હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો, જો કે સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતા હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
યુવતી જાહેરમાં યુવકની હત્યા :આ સમગ્ર મામલે બીપીન પટેલ નામના 53 વર્ષીય વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. જેમાં 6 માર્ચના રોજ બપોરના સમયે તેઓની પત્નીએ તેઓને ફોન કરીને જણાવ્યું હતું કે તેઓના દીકરા પ્રિન્સ પટેલને છરી જેવા હથિયારથી એક વ્યક્તિએ પેટના ભાગે ઇજાઓ કરી છે અને સોલા સિવિલ ખાતે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. જેથી ફરિયાદી તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તબીબોએ જણાવ્યું હતું કે, તેઓના દીકરા પ્રિન્સ પટેલને આંતરડામાં ગંભીર ઇજાઓ થઈ હોય અને લોહી વધુ વહી ગયું હોય તે ગંભીર હાલતમાં છે.
છરીના ઘા મારીને ઘટનાને અંજામ આપ્યો : આ અંગે પ્રિન્સ પટેલે અગાઉ પિતાને જાણ પર કરી હતી, જોકે પ્રિન્સ પટેલને યુવતી સાથે મિત્રતા હોવાથી તેણે યુવતી જોડે વાત કરવાનું ચાલુ રાખ્યું હતું. જે બાબતની અદાવત રાખીને સોલા પોલીસ નજીક આવેલી આર.સી ટેકનિકલ કોલેજના ગેટબહાર AMTS બસ સ્ટેન્ડની બાજુમાં પ્રિન્સ પટેલ પર સાગર પટેલે છરીના ઘા મારીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.