ગુજરાત

gujarat

ETV Bharat / state

MD Drugs Case Ahmedabad: સરસપુરમાંથી 5 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો - MD drugs from Saraspur in Ahmedabad

અમદાવાદમાં આવેલા સરસપુરમાંથી રુપિયા 5 લાખથી (MD Drugs Case Ahmedabad) વધુના MD ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો છે. એક વર્ષથી રુપિયા 5-7 હજાર લઈને કરતો ડ્રગ્સની ડિલિવરી કરતો હતો. જે બાદ અમદાવાદ પોલીસએ દબોચી લીધો છે.

સરસપુરમાંથી 5 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો
સરસપુરમાંથી 5 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો

By

Published : Feb 1, 2023, 3:15 PM IST

અમદાવાદ:શહેરમાં ડ્રગ્સ વેચતા સોદાગરો ઝડપાઇ રહ્યા છે. પોલીસ સતત ડ્રગ્સ માફિયાઓ સામે બાજ નજર રાખી રહી છે. આમ છતાં ડ્રગ્સનો ધંધો ધમધમી રહ્યો છે. અમદાવાદ શહેરમાંથી ફરી એકવાર એમડી ડ્રગ્સ ઝડપાયુ છે. શહેર એસઓજીની ટીમે સરસપુર વિસ્તારમાંથી પાંચ લાખ રૂપિયાની કિંમતના એમ.ડી ડ્રગ્સ સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી અન્ય આરોપી પાસેથી ડ્રગ્સ લાવીને બીજા એક આરોપીને ડિલિવર કરવાનો હતો તે પહેલા જ પકડાઈ ગયો છે.

અમદાવાદના સરસપુરમાંથી 5 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો

મુદ્દામાલ કબ્જે કર્યો:શહેર એસઓજીની ટીમે સરસપુર વિસ્તારમાં ડબ્બા ગલી પાસેથી ફેઝુલ રહેમાન ખુશ્બુદીન મનસુરી નામના યુવકની ધરપકડ કરી તેની પાસેથી 52 ગ્રામ 120 મિલિગ્રામ મેફેડ્રોન જેની કિંમત 5 લાખ 21 હજાર તેમજ વાહન મળીને પાંચ લાખ 96 હજારનો કુલ મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલો આરોપી સરખેજ વિસ્તારનો રહેવાસી છે. પોતાની એક્સેસમાં આ ડ્રગ્સ લઈને ગોમતીપુરથી સરસપુર તરફ પસાર થઈ રહ્યો હતો તે સમયે તેની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો Junagadh Drug Case: વધુ એક વખત ડ્રગ માફિયાની ધરપકડ, સપ્લાયર અંગે સસ્પેન્સ

તપાસ હાથ ધરી:આ મામલે ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના રતલામ ખાતે હાજી નામના વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ લાવીને ગોમતીપુર વિસ્તારમાં રહેતા જાવીદ હુસેન શેખ નામના વ્યક્તિને ડિલિવર કરવાનો હતો. જેથી આ સમગ્ર મામલે એસઓજી ક્રાઇમ એ આરોપીને ઝડપીને ગુનામાં સામેલ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો Ahmedabad Crime અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી, સારંગપુરમાંથી ઝડપાયો ડ્રગ પેડલર

તજવીજ શરૂ કરી:એસઓજીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પકડાયેલો આરોપી છેલ્લા એક વર્ષથી પાંચ સાત હજાર રૂપિયા લઈને રતલામથી ટ્રક્સ લાવીને અમદાવાદમાં ડિલિવર કરતો હતો. તેથી એસઓજીએ આરોપીના ગ્રાહકો અને તેને ડ્રગ્સ આપનાર મુખ્ય આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે. પકડાયેલા આરોપી સામે વધુ તપાસ કરતા તે અગાઉ ગોમતીપુરમાં પ્રોહિબિશનના એક ગુનામાં ઝડપાયો હોવાનું પણ સામે આવ્યું છે.

આ પ્રકારની કામગીરી:આ સમગ્ર મામલે શહેર એસઓજીના ડીસીપી જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે બાતમીના આધારે આરોપીને ઝડપીને તપાસ કરતા તેની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું છે, આરોપી પાંચથી સાત હજાર રૂપિયા લઈને આ ડ્રગ્સની ડિલિવરી કરતો હોવાનું ધ્યાને આવ્યું છે. છેલ્લા એક વર્ષથી તે આ પ્રકારની કામગીરી કરતો હોય અને શોર્ટકટમાં પૈસા બનાવવા માટે તેણે આ કૃત્ય શરૂ કર્યું હોય આરોપીની વધુ તપાસ શરૂ છે.

ABOUT THE AUTHOR

...view details