અમદાવાદ:ગુજરાત રમખાણોના કેસમાં મંગળવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch Ahmedabad) દ્વારા પૂર્વ IPS સંજીવ ભટ્ટની ધરપકડ (x-IPS officer Sanjiv Bhatt arrested ) કરવામાં આવી હતી. બાદમાં સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટ સાથે પાલનપુર જેલમાંથી અમદાવાદ ઘી કાંટા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદ કોર્ટમાં સુનાવણીના અંતે સંજીવ ભટ્ટના 20-07-2022ના સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.
કોર્ટ ગાદલું આપવા સહમત:સરકારી વકીલે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જે દલીલોના અંતો અમદાવાદ કોર્ટે 7 દિવસના એટલે કે, 20-07-2022ના સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. અંતિમ દલીલમાં બચાવ પક્ષના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, સંજીવ ભટ્ટને કમરમાં તકલીફ હોવાના કારણે પોલીસ કસ્ટડીમાં ગાદલું આપવામાં આવે. નામદાર કોર્ટે બચાવ પક્ષની દલીલને ગ્રાહ્ય રાખી ગાદલું આપવા સહમત થઈ હતી.
વકીલે માફી માંગી: સંજીવ ભટ્ટ કોર્ટ રૂમમાં પોતાના ભાઈને ગળે મળતા કોર્ટે ટકોર કરતા કહ્યું કે, આ કોર્ટ છે અને સંજીવ ભટ્ટ આરોપી છે. તેમને કહો કે આરોપીની જેમ રહે. આ તમારું ઘર નથી કોર્ટ રૂમ છે, ગળે મળવું હોય તો ઘરે જાવ ત્યારે મળવાનું, જેથી કેસ ધીલો ન પડે તની બીકે બચાવ પક્ષના વકીલે હાથ જોડીને કોર્ટ સમક્ષ માફી માંગી હતી.. સંજીવ ભટ્ટ તરફથી આનંદ યાજ્ઞિક વકીલની દલીલ ( Bhatt to be produced in Ahmedabad Court) શરૂ છે, ત્યારે વકીલે બચાવ કર્યો હતો કે, 22,000 પાના છે એસ.આઈ.ટી મને બતાવે કે આમાંથી સંજીવ ભટ્ટે ક્યાં ડોક્યુમેન્ટમાં ખોટા પુરાવા રજૂ કર્યા છે.
આપણા કોઈની જરૂર નથી:સંજીવ ભટ્ટ તરફથી આનંદ યાજ્ઞિકે દલીલ કરી હતી કે, સુપ્રીમ કીધું કે જમેન્ટ આવી ગયું છે. સુપ્રીમ કોર્ટ જો જજમેન્ટ આપી દીધું હોય, તો આપણા કોઈની જરૂર નથી. માટે મારી આપ નામદાર કોર્ટે નમ્ર અરજ છે કે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ધ્યાને લઈને નિર્ણય ના લેવો. સુપ્રીમ કોર્ટ પોતાના 405 જેટલા જજમેન્ટનાં આધારે તેની પ્રાથમિકતા નક્કી કરી શકાય નહિ.
ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડી :ક્રાઈમ બ્રાન્ચે ભટ્ટની ભંડોળની ઉચાપત અને બનાવટી દસ્તાવેજો માટે ધરપકડ કરી છે. 2002ના ગુજરાત રમખાણોના કેસમાં ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટે ક્લીનચીટ આપ્યા બાદ 24 જૂને દાખલ કરાયેલા કેસના આધારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. સંજીવ ભટ્ટને બનાસકાંઠા જેલમાંથી ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં લીધો છે. આજે IPS સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટ સાથે પાલનપુર જેલમાંથી અમદાવાદ ઘી કાંટા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.