અશાંતધારા: ડેપ્યુટી કલેકટરની મંજૂરી બાદ પણ વેચાણ કરારની નોંધણી ન કરતા હાઈકોર્ટમાં રિટ
અમદાવાદના પાલડી અશાંતધારા વિસ્તાર હેઠળ આવતી સંપત્તિના વેચાણ કરાર અંગે ડેપ્યુટી કલેકટર પાસેથી મંજૂરી લીધી હોવા છતા સબ રજીસ્ટ્રારે વેચાણ કરવાની નોંધણી ન કરતા દાખલ કરાયેલી રીટ મુદ્દે બુધવારે હાઈકોર્ટે પાલડી સબ રજીસ્ટર અને ડેપ્યુટી કલેક્ટરને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.
અશાંતધારા હેઠળ ડેપ્યુટી કલેકટરની મંજૂરી બાદ પણ વેચાણ કરારની નોંધણી ન કરતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ
અમદાવાદઃ વેચાણ કરારથી પ્રભાવિત 13 જેટલા અરજદારોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે બંને પક્ષકારો પાસેથી ચાર સપ્તાહના સમયગાળા સુધીમાં જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ફેબ્રુઆરી 2018માં કેટલાક અરજદારોએ પાલડી વિસ્તારમાં આવેલા વર્ષા ફ્લેટમાં વેચાણ કરાર મુદ્દે ડેપ્યુટી કલેકટર પાસેથી પરવાનગી લીધી હતી. વર્ષા ફ્લેટ અશાંતધારા વિસ્તારમાં આવતું હોવાથી વેચાણ કરાર અંગે ડેપ્યુટી કલેકટર પાસેથી મંજૂરી લેવી અનિવાર્ય છે.
સપ્ટેમ્બર 2019માં જ્યારે અરજદાર સંપત્તિના વેચાણ કરારની નોંધણી માટે સબ રજીસ્ટ્રાર પાસે ગયા, ત્યારે રજિસ્ટ્રારે નોંધણી કરી ન હતી, રજિસ્ટારે કહ્યું કે, ડેપ્યુટી કલેક્ટરે વેચાણ કરારને રેગ્યુલરાઈઝ કર્યું નથી. સબ રજીસ્ટાર જણાવ્યું હતું કે, ડેપ્યુટી કલેકટર પાસેથી પરવાનગી મેળવ્યા બાદ વેચાણ કરારની 60 સુધીમાં નોંધણી કરાવી પડે. અરજદારે આ અંગેનો કોઈ કાયદો કે નિયમ ન હોવાની પિટિશનમાં રજૂઆત કરી હતી.
પાલડી વર્ષા ફ્લેટમાં 11 મુસ્લિમ વ્યક્તિઓએ હિન્દુઓ પાસેથી સંપત્તિ ખરીદી હોવાથી કેટલાક તત્વોએ વાંધો વ્યક્ત કર્યો હતો, ત્યારબાદ ડેપ્યુટી કલેકટરે વેચાણ કરારને કાયદેસર કરવાનું ટાળ્યું હતું. આ વાંધા બાદ સત્તાધીશોએ મંજૂરી રદ્દ કરી હતી.
Last Updated : Feb 13, 2020, 4:57 AM IST