ગુજરાત

gujarat

ETV Bharat / state

શેલ્બી હોસ્પિટલ દ્વારા પીઠના દુખાવાની જાગૃતિ માટે સેમિનાર યોજાયો

અમદાવાદઃ વર્લ્ડ સ્પાઇન ડે નિમિત્તે શેલ્બી હોસ્પિટલ દ્વારા પીઠના દુઃખાવાની જાગૃતિ માટે  સેમિનારનું યોજાયુ હતુ. ચારમાંથી ત્રણ પુખ્ત વયના લોકો તેમના જીવનકાળ દરમિયાન ક્યારેક ને ક્યારેક પીઠનો દુખાવો અનુભવે છે. પીડાની તીવ્રતા વ્યક્તિ વ્યક્તિમાં બદલાઈ શકે છે. પરંતુ લાંબો સમય ચાલનારો કમરનો દુઃખાવો દર્દીઓને શારીરિક માનસિક અને આર્થિક રીતે ભાંગી નાખે છે.

By

Published : Oct 16, 2019, 6:30 PM IST

world-spine-day-celebration-in-ahmadabad

ડૉ. નીરજ વસાવડા જણાવે છે કે, પીઠના દુઃખાવા માટે અસંખ્ય પરિબળો જવાબદાર છે. જેનું સામાન્ય કારણ સ્નાયુઓનો મચકોડ છે. તે મુખ્યત્વે ખામીયુક્ત જીવનશૈલીને કારણે હોઈ શકે છે. વ્યક્તિનું વજન જેટલું વધારે તેટલો વધારાનો બોજો સહન કરવો પડે છે.

પીઠના દુખાવા અંગે જાગૃતિ માટે સેમિનારનું આયોજન

તંદુરસ્ત પીઠ માટે યોગ્ય જાળવણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે કોઈ આહાર દ્વારા વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે, ત્યારે પ્રોટીન અને અન્ય મહત્વપૂર્ણ પોષક તત્વોની કાળજી લેવી જોઈએ. તંદુરસ્ત લોકોમાં પોષક તત્વોની ઉણપ હાનિકારક છે, જે માટે પ્રોટીન લેવું ખૂબ જ જરૂરી છે. દરેક માણસે રોજની 40 મિનિટ શારીરિક કસરત કરવી જોઈએ.

સ્પાઇન સર્જરી માટે એક મશીન પણ બનાવવામાં આવ્યું છે. તેનાથી રિયલ ટાઈમ ફીડબેક ડૉક્ટરને મળી શકે છે. જેનાથી કરોડરજ્જુના કયા ભાગ પર વધારે દુઃખાવો થાય છે, તેની સીધી માહિતી ડૉક્ટરને મળી રહે છે. જે ડૉક્ટર માટે નેવિગેટરનું કામ કરે છે.

ABOUT THE AUTHOR

...view details