અમદાવાદશહેરમાં આપઘાતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદના પુર્વ વિસ્તારમાં(Suicide incidents Ahmedabad) પણ એવી જ એક ઘટના સામે આવી છે. જેમાં યુવતીને ભગાડીને લગ્ન કરી ત્રાસ આપી શારિરીક સંબંધો બાંધનાર યુવક સામે ગુનો નોંધાયો છે. આ બન્ને વચ્ચે પ્રેમહતો. અને આ પ્રેમ કંઇક એ રીતે બંધાણો કે સગીરા તેની બહેનના ઘરે રહેવા આવી હતી. ત્યારે તેનો પરિચય તેના ભાઇની સાળીના દિયર સાથે થયો હતો. જે બાદ ભાડે મકાનમાં રહેવા લાગી હતી. આરોપીએ તેની સાથે મંદિરમાં લગ્ન કરી લીધા હતા. અને તેની સાથે રહેવા લાગ્યો હતો. પરંતુ સગીરાકંટાળી હતી અને તેને આપઘાત કરી (woman committed suicide) લીધો હતો. જે બાદ પોલીસ તપાસ કરી રહી છે.
દીકરી ગર્ભવતીઉત્તરપ્રદેશમાં રહેતી 37 વર્ષીય મહિલાની મોટી દીકરી ગર્ભવતી થતા તે પિયર યુપી ગઇ હતી. ત્યારે નાની દીકરીને પણ તેની સાથે પરત માતા પિતાએ અમદાવાદ મોકલી આપી હતી. બંને બહેનો અવાર નવાર તેમના ભાઇની સાળીના ઘરે અવર જવર કરી તેને મળતા હતા. આ દરમિયાન સગીરાનો સંપર્ક ભાઇની સાળીના દિયર સાથે થયો હતો. ઘરે આ અંગેની જાણ થતાં જ સગીરા તેના ભાઇની સાળીના દિયર સાથે ભાગી જઇ અલગ અલગ જગ્યાએ મકાન ભાડે રાખી રહેતી હતી. આરોપી અંદર અંદર સંબંધી થતો હતો પણ સગીરાને તેના ઘરે વાતચીત કરાવતો નહોતો.