અમદાવાદ : મહિલા દિવસની રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી હતી. પરંતુ રાજ્યના કોઈ પણ શહેરમાં પ્રેમ સંબંધ મુદ્દે મહિલાની હત્યા ના (Madhavpura Murder Case) બનાવો અટકી નથી રહ્યા. ત્યારે માધવપુર વિસ્તારમાં પણ એક તરફી પ્રેમમાં પાગલ એક યુવાને જાહેરમાં છરીના ઘા ઝીકી 35 વર્ષીય મહિલાની હત્યા કરી આરોપી યુવક ફરાર થઈ ગયો હતો.
માધવપુરામાં પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર પ્રેમીએ પ્રેમીકાનું ગળું કાપ્યું આ પણ વાંચો :Selvas murder case: મહિલાની હત્યા કરી કાર સાથે સળગાવી દેવાના કેસમાં નર્સિંગ કોલેજનો એકાઉન્ટન્ટ નીકળ્યો હત્યારો
પાંચથી વધારે છરીના ઘા માર્યા
આરોપી નવીન રાઠોડ તેમજ મૃત્યુ (Murder Case in Ahmedabad) પામનાર મહિલા બન્ને એક જ વિસ્તારમાં રહે છે. જેના કારણે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ યુવકને મહિલા સાથે એક તરફી પ્રેમ થયો ગયો હતો. જોકે આ મહિલાએ તેના બે બાળકો હોવાથી પ્રેમ સંબંધ રાખવાની મનાઈ કરી હતી. જેના કારણે આ નવીન રાઠોડએ હત્યાનો (Murder Case due to Love) પ્લાન બનાવ્યો હતો. મહિલા માધવપુરા વિસ્તારમાં આવેલા જોગણી માતાના મંદિર પાસે શાકભાજી લેવા ઉભી હતી. ત્યારે પાછળથી આવીને એક પછી એક પાંચથી વધારે છરીના ઘા ઝીકી જાહેરમાં તેની હત્યા કરી હતી.
આ પણ વાંચો :Double Murder Case Surat: સુરતમાં માતાપુત્રીની હત્યા કેસમાં કોર્ટ 7 માર્ચના આપશે ચુકાદો
સોશિયલ મીડીયામાં માત્ર મહિલાઓને સન્માન
વિશ્વ મહિલા દિવસ રાજ્યમાં ઉજવવામાં આવતો હતો. પરંતુ શું લોકો માત્ર સોશિયલ મીડિયામાં જ મહિલાઓને સન્માન આપે છે? જાહેરમાં નરાધમો મહિલાઓના ગળા (Woman was Stabbed to Death in Madhavpura) કાપી નાખે છે. લોકો માત્ર માત્ર તમાશો જોતા રહે છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનના 100 મીટરના વિસ્તારમાં બનાવ બનતા કાયદો વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થાય છે.