અમદાવાદ: દેશના વડાપ્રધાન દ્વારા મેક ઈન ઇન્ડિયા અને સ્વદેશી પ્રોડક્ટ પર વધારે બહાર આપવામાં આવી રહ્યો છે. અમદાવાદ એક યુવાને બ્લાઇન્ડ લોકો (device for blind people )માટે એક ડિવાઇસ તૈયાર ( Currency checking device )કરવામાં આવ્યું છે. જેમાં ચલણી નોટ કેટલા રૂપિયાની છે. તે નોટ સાચી કે ખોટી તેની માહિતી પણ આપે છે.
યુવાને બનાવી અનોખી ડિવાઇસ એક્ઝિબીશેનમાં ડિવાઇસની પસંદગી - દેશના યુવાનોને સ્ટાર્ટઅપ (Startup India )આપવા માટે સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતના યુવાને એક ડિવાઇસ બનાવી (Ahmedabad youth startup )સમગ્ર દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. સાથે સાથે 15 ઓગસ્ટના દિલ્હીમાં યોજનાર એક્ઝિબીશેનમાં કુલ 75 ડિવાઇસમાં આ ડિવાઇસની પસંદગી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃઅમદાવાદી યુવકનું સ્ટાર્ટઅપ, પેટ્રોલવાળું વાહન હવે બેટરીથી ચાલશે
અંધજન મંડળ મુલાકાત દરમિયાન વિચાર આવ્યો -ડિવાઇસ બનાવનાર હસીન વૈદ્ય ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે જયારે કોલેજ દરમિયાન એક દિવસ માટે અંધજન મુલાકાત કરવાની તે લોકો સાથે દિવસ પસાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એક બ્લાઇન્ડ વ્યક્તિ ચા પીને જ્યારે પૈસા ચૂકવી રહ્યો હતો ત્યારે તે મુંઝવણ અનુભવી રહ્યો હતો. ત્યારે વિચાર આવ્યો કે આવા લોકો મદદ થાય તેવું ડિવાઇસ બનાવું જોઈએ. થોડુક રિસર્ચ કર્યા બાદ ડિવાઇસ પર કામ કરવાનું શરૂ કર્યું હતું.
આ ડિવાઇસ ખોટી નોટ પકડી પડશે -આ ડિવાઇસ કુલ બે ભાષા એટલે કે હિન્દી અને અંગ્રેજીમાં બોલશે. જેમાં આપના દેશની ચલણી નોટના કોઈ પણ ખૂણા પર આ ડીવાઇસના સેન્સર પર મુકવામાં આવે તો તે તરત જ એક્ટિવ થઈને તે ચલણી નોટ સાચી કે ખોટી તે માહિતી આપશે અને જો તે ચલણી નોટ ખોટી હશે તો પણ તરત ફેક નોટ બોલી જશે.પરંતુ આ ડિવાઇસનો અવાજ ઓછો આવતો હોવાથી હજુ કેવી રીતે અવાજ વધુ આવે તેની પર કામ શરુ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃશહેરના આઠ એન્જિનિયરો 15 દેશના લોકો શીખવી રહ્યા છે રોકેટ અને સેટેલાઈટ બનાવવાનું
સરકાર દ્વારા પણ મદદ મળી -આ મેક ઇન્ડિયા અંતર્ગત દેશના યુવાનોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મદદ કરવામાં આવે છે.તેવી જ રીતે આ યુવાનને પણ રિસર્ચ અને ડેવલોપમેન્ટ વધારે ખર્ચ થાતો હોવાથી કેન્દ્ર સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા "નિધિ પ્રયાસ" હેઠળ 6 લાખની મદદ જયારે ગુજરાત સરકારના "આપ હબ" હેઠળ 3 લાખની મદદ કરવામાં આવી હતી. આ ડિવાઇસના કોપી રાઇટ્સ પણ ખરીદી લેવામાં આવ્યા છે. કેમ આ ડિવાઇસ દુનિયાનું પ્રથમ આવું ડિવાઇસ છે.
દેશના 75 ડિવાઇસમાં સમાવેશ -15 ઓગસ્ટના રોજ દિલ્હી ખાતે આઝાદીના અમૃત મહોત્સવના ભાગ રૂપે દેશ શ્રેષ્ઠ 75 ડિવાઇસની પસંદગી કરવામાં આવી છે.જેમાં આ યુવકના ડિવાઇસની પસંદગી થઈ છે. જે આપણા માટે ગૌરવની વાત કહી શકાય.ગુજરાતના મુખ્યપ્રધાન દ્વારા પણ આ ડિવાઇસ ચેક કરવામાં આવ્યું હતું. આ ડિવાઇસમાં શુ સુધારા કરવાની જરૂરિયાત છે તેના વિશે માર્ગદર્શન આપ્યું હતું.