ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime News: ડિસમિસની મદદથી અનેક ઘરફોડ ચોરીને અંજામ આપનાર ગેંગના 2 શખ્સો ઝડપાયા

ડિસમિસની મદદથી અનેક ઘરફોડ ચોરીને અંજામ આપનાર ગેંગના 2 શખ્સો ઝડપાયા છે. આ મામલે પોલીસે ગૌરવ ઉર્ફે ગુલ્લુ રામૈયા અને હિરેન મકવાણાની ધરપકડ કરી છે. આરોપીઓ અમદાવાદમાં રહી છૂટક મજૂરી કામ કરી ઘરફોડ ચોરીઓના ગુનાઓને અંજામ આપતા હતા.

with-the-help-of-dismiss-2-members-of-the-gang-who-carried-out-several-burglaries-were-caught
with-the-help-of-dismiss-2-members-of-the-gang-who-carried-out-several-burglaries-were-caught

By

Published : Jul 28, 2023, 8:08 AM IST

એ.આર ધવન, PI, બોડકદેવ પોલીસ સ્ટેશન

અમદાવાદ:અમદાવાદની બોડકદેવ પોલીસે ઘરફોડ ચોરી કરતી ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ અત્યાર સુધીમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત સંખ્યાબંધ ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે. તાજેતરમાં જ બોડકદેવ વિસ્તારના ભાઈકાકાનગર પાસેથી એક મકાનમાં થયેલી ઘરફોડ ચોરી સહિત છ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

ઘરફોડ ચોરીને અંજામ આપનાર ઝડપાયા: પોલીસ આ મામલે ઝડપેલાં આરોપીઓ કોઈ સામાન્ય આરોપીઓ નથી. ચોરી કરવામાં માસ્ટર માસ્ટરમાઈડ ગેંગના સાગરીતો અને રીઢા ગુનેગારો છે. જેમને બોડકદેવ પોલીસે ઝડપી લઇ 6 જેટલી ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આ મામલે પોલીસે ગૌરવ ઉર્ફે ગુલ્લુ રામૈયા અને હિરેન મકવાણાની ધરપકડ કરી છે. આરોપીઓ અમદાવાદમાં રહી છૂટક મજૂરી કામ કરી ઘરફોડ ચોરીઓના ગુનાઓને અંજામ આપતા હતા. આરોપીઓને પોલીસે ઉદયપુર રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે. જેને પગલે તાજેતરમાં જ ભાઈકાકાનગર થલતેજ વિસ્તારમાં આવેલા કૃપા મનન એપાર્ટમેન્ટના એક મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે.

મુદ્દામાલ કબજે:પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગૌરવ ઉર્ફે ગુલ્લુ રામૈયા અને હિરેન મકવાણા અગાઉ પણ ગાંધીનગર વિસ્તારમાં આ જ મોડસ ઓપરેન્ડીથી અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે. પકડાયેલા બંને આરોપીઓની મોડેશ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપીઓ કોઈ પણ મકાન કે દુકાનમાં રહેલા તાળાઓને માત્ર એક ડિસમિસથી તોડી નાખતા. રેકી કર્યા વગર જ ગરફોડ ચોરી કરતા જેથી કોઈને શંકા પણ ન જાય. ચોરી કર્યા બાદ સીધા રાજસ્થાન ફરાર થઈ જતા જ્યાં ચોરી કરેલ મુદ્દામાલની વહેંચણી કરી લેતા હતા. જોકે હાલમાં બોડકદેવ વિસ્તારના મકાનમાંથી 35 લાખથી વધુની મત્તાની ચોરી કર્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી. જે પૈકી પોલીસે સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા સહિત ગુનામાં વાપરેલું વાહન પણ કબજે કરી કુલ 18.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

'પકડાયેલા બંને આરોપીઓ અનેક ગુનાને અંજામ આપી ચુક્યા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓ સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ તે અંગે તપાસ ચાલુ છે.' -એ.આર ધવન, PI, બોડકદેવ પોલીસ સ્ટેશન

ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો: મહત્વનું છે કે તાજેતરમાં જ ઘરફોડ ચોરીની આ ઘટના બનતા બોડકદેવ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજેન્ટ્સની મદદથી તપાસ કરતા એક વાહન શંકાસ્પદ રીતે નજરે પડ્યું અને તેના આધારે અન્ય ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો છે. હવે આરોપીઓ પાસેથી વધુ મુદ્દામાલ રિકવર થાય તે માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

  1. ATM Theft : પહેલા પીકઅપ વાહનની ચોરી કર્યા બાદ એટીએમને ઉખાડી ફરાર
  2. West Bengal Crime : નવજાત શિશુ વેચ્યું? નરેન્દ્રપુર પોલીસ દ્વારા વિધવા માતા સહિત ચાર આરોપીઓની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details