કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ દુર્ઘટનામાં જવાબદાર કોણ: વિપક્ષ - જવાબદાર
અમદાવાદ: 30 જુલાઈ મંગળવારના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ મિટિંગમાં વિપક્ષ દ્વારા એક સળગતો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે, કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડ દુર્ઘટના બની તેમાં જવાબદાર કોણ ?
બોર્ડ મીટિંગમાં એક સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે કાંકરિયા રાઇડ દુર્ધટનાનો જવાબદાર કોણ તે બાબતને લઇને વિપક્ષ નેતા દિનેશ શર્મા જણાવ્યુ કે 14 જુલાઈના રોજ જે ઘટના બની અને જેમાં બે બાળકોના મૃત્યુ થયા હતાં તેમાં કોઈ જવાબદારી લેવા માટે આગળ આવતું નથી. અને હોસ્પિટલમાં પણ તેમની પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હતા. બે દિવસ પછી એવો રિપોર્ટ પણ આવ્યો કે રાઈડના નટ-બોલ્ટ છુટા છે અને રાઇડ એસેમ્બલ કરેલી છે. પરંતુ, તેના વિશે પણ કઈ ચોક્કસ માહિતી કે રિપોર્ટ આવ્યો નથી. અને આવી જ ઘટના પહેલા રિવરફ્રન્ટ પાર્કમાં પણ બની હતી. પરંતુ, બધા જ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી.