ગુજરાત

gujarat

ETV Bharat / state

શું ફરીથી કોરોનાનો કહેર? અમદાવાદમાં કોરોનાને કારણે 2 વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા - અમદાવાદ કોરોની વાયરસ

અમદાવાદમાં જાણે ફરીથી કોરોના(Ahmedabad Corona )એ પ્રવેશ લીધો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોના સંક્રમણ ફેલાતા કોટેશ્વર રોડ ખાતે આવેલા સંપદ રેસીડેન્સી ના 20 ઘર માઈક્રો કન્ટેન્ટ ઝોનમાં (Micro Containment Zone)મુકવામાં આવ્યા છે. દક્ષિણ વિસ્તારમાં ઇસનપુરના દેવ કૅસ્ટેલ ફ્લેટસના 20 ઘરોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકાયા હતા જેમાં કુલ 76 લોકોનો સમાવેશ થાય છે.અહીં પણ શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી હતી.

શું ફરીથી કોરોનાનો કહેર? અમદાવાદમાં કોરોનાને કારણે 2 વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા
શું ફરીથી કોરોનાનો કહેર? અમદાવાદમાં કોરોનાને કારણે 2 વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા

By

Published : Nov 13, 2021, 7:37 AM IST

Updated : Nov 13, 2021, 10:50 AM IST

  • પશ્ચિમ વિસ્તારના સંપર્ક રેસીડેન્સી બ્લોકને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકાયા
  • આવતીકાલે હેલ્થ વિભાગ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી કરશે
  • ગઇકાલે પણ દક્ષિણ વિસ્તારના 20 ઘરોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકાયા

અમદાવાદઃ શહેરમાં જાણે ફરીથી કોરોનાએ(Corona ) પ્રવેશ લીધો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ(The largest cricket stadium in the world)ને 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ'(Narendra Modi Stadium)ના નજીક આવેલા વિસ્તારના કોટેશ્વર રોડ ખાતેના સંપદ રેસીડેન્સીના 20 ઘર માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં (Micro Containment Zone)મુકવામાં આવ્યા છે. આમ કુલ 76 લોકો આ યાદીમાં મૂકવામાં આવ્યા છે. શનિવારે હેલ્થ વિભાગ (Department of Health)આ વિસ્તારમાં હાઉસ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી કરશે. તેમજ શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે.

કોરોના એ ફરીથી શહેરમાં પ્રવેશ લીધો

મહત્વનું છે કે શુક્રવારે પણ શહેરના દક્ષિણ વિસ્તારમાં ઇસનપુરના દેવ કૅસ્ટેલ ફ્લેટસના 20 ઘરોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકાયા હતા જેમાં કુલ 76 લોકોનો સમાવેશ થાય છે. અહીં પણ શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે આજે પશ્ચિમ વિસ્તારની સોસાયટીને આ યાદીમાં મૂકવામાં આવી છે એક તરફ શહેરમાં વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે બીજી તરફ કોરોનાના પગ પેસારાના પણ સંકેત જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃરાહતના સમાચાર, ગઈકાલ કરતા ઓછા આવ્યા કોરોનાના કેસ - 35 દર્દીઓ જીત્યા કોવિડ સામેની લડાઈ
આ પણ વાંચોઃGold and Silver biscuits ભરેલી બેગ ઝૂંટવી ફરાર, અમદાવાદ પોલીસે શરુ કરી બે લૂંટારુની શોધખોળ

Last Updated : Nov 13, 2021, 10:50 AM IST

ABOUT THE AUTHOR

...view details