અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ, ગાંધીધામ અને ઓખાથી ઓરિસ્સા સુધી ટ્રેન દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને 3 વિશેષ સુપરફાસ્ટ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ, ઓખા અને ગાંધીધામથી ખોર્ધા રોડ (ઓડિશા) સુધી વિશેષ ટ્રેન દોડશે. જે સંપૂર્ણ રીતે આરક્ષિત રહેશે. જેનુંં બુકિંગ રેલવેના ટિકિટ કાઉન્ટર અને રેલવેની વેબસાઇટ IRCTC પર 10 સપ્ટેમ્બરથી શરૂ થશે.
ટ્રેન નંબર 02843/02844, અમદાવાદ- ખોર્ધા રોડ, સુપર ફાસ્ટ એક્સપ્રેસ
આ ટ્રેન 14 સપ્ટેમ્બરથી અઠવાડિયામાં ચાર દિવસ સોમ, ગુરુ, શનિ અને રવિવારે અમદાવાદથી સાંજે 06:40 કલાકે ઊપડશે. જે ત્રીજા દિવસે સવારે 07: 45 કલાકે ખોર્ધા રોડ પહોંચશે. આ ટ્રેન 12 સપ્ટેમ્બરે ઓરિસ્સાથી શરૂ થશે જે અઠવાડિયાના ચાર દિવસ મંગળ, ગુરુ, શુક્ર અને શનિવારના રોજ રાત્રે 08:40 કલાકે ઉપડીને અને ત્રીજા દિવસે સવારે 07:25 કલાકે અમદાવાદ પહોંચશે.
પોતાના માર્ગમાં બન્ને તરફ આ ટ્રેન આણંદ, વડોદરા જંક્શન, ભરૂચ જંક્શન, સુરત, નંદુરબાર, જલગાવ, ભુસાવલ, મલકાપુરા, નંદુરા, અકોલા જંકશન, બંડનેરા જંકશન, નાગપુર જંકશન, ભંડારા રોડ, ગોંદીયા જંક્શન, ડોંગર ગઢ, રાજનંદ ગાવ, રાયપુર, મહાસુમંદ, બગબહરા, ખરીયાર રોડ, કાંટાબાજી, ટીટલાગઢ, કેસિંગા, રાયગડા ,વિજયનગરમ, કાકુલમ રોડ બહેરામપુરા સ્ટેશન પર ઊભી રહેશે. આ ટ્રેનમાં AC 2 ટીયર, AC 3 ટીયર, સ્લીપર કલાસ અને જનરલ સેકન્ડ ક્લાસ સિટીંગ રિઝર્વ કોચ રહેશે.
ટ્રેન નંબર 02973/02974, ગાંધીધામ-ખોર્ધા, સ્પેશિયલ એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેન
આ ટ્રેન 16 સપ્ટેમ્બરથી દર બુધવાર રાત્રે 11 વાગે ગાંધીધામથી ઉપડીને ત્રીજા દિવસે 05.35 કલાકે ખોર્ધા રોડ પહોંચશે. પરત ફરતી વખતે આ ટ્રેન 19 સપ્ટેમ્બરે દર શનિવારે સવારે 11:40 કલાકે ઉપડીને ત્રીજા દિવસે સવારે 06.40 કલાકે ગાંધીધામ પહોંચશે.
રસ્તામાં આ ટ્રેન વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા જંકશન, સુરત, નંદુરબાર, જલગાવ, ભૂંસાવલ, માલકાપુરા, અકોલા, બડનેરા, વર્ધા, નાગપુર, ગેંદીયા, દુર્ગ, રાયપુર, મહાસમુંદ, કાંટાબાજી, ટીટલા ગઢ, કેસિંગા, રાયગડા, વિજયનગરમ બેહરામપુર સ્ટેશનો ઉપર ઉભી રહેશે.આ ટ્રેનોમાં AC 2 ટીયર, AC 3 ટીયર, સ્લીપર કલાસ અને જનરલ સેકન્ડ ક્લાસ સિટીંગ રિઝર્વ કોચ રહેશે.
ટ્રેન નંબર 08401/8402, ખોર્ધા રોડ-ઓખા, સ્પેશિયલ એક્સપ્રેસ, સાપ્તાહિક ટ્રેન
આ ટ્રેન 13 સપ્ટેમ્બરથી દર બુધવારે સવારે 08.30 કલાકે ગુજરાતના ઓખાથી ઉપડીને ત્રીજા દિવસે સવારે 08.55 કલાકે ખોર્ધા રોડ પહોંચશે. પરત ફરતી વખતે આ ટ્રેન 16 સપ્ટેમ્બરે દર રવિવારે સવારે 10:40 કલાકે ખોર્ધા રોડથી ઉપડીને ત્રીજા દિવસે બપોરે 01.30 વાગે ઓખા પહોંચશે.
રસ્તામાં આ ટ્રેન દ્વારકા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, સુરત, વડોદરા, જલગાવ, ભૂંસાવલ, નંદુરબાર, માલકાપુર, સગાનન, અકોલા, બડનેરા, વર્ધા, ચંદ્રપુર, બલારશાહ, સિરપુર, મંચરિયાલ, રામગુંડમ, વારંગલ, વિજયવાડા, એરૂલું, રાજામુંદરી, અંકપટ્ટલી, વિજયનગર, વિશાખાપટ્ટનમ, કાકુલમરોડ અને બેહરામપુરા સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં AC 2 ટીયર, AC 3 ટીયર, સ્લીપર કલાસ અને જનરલ સેકન્ડ ક્લાસ સીટીંગ રિઝર્વ કોચ રહેશે.