અખાત્રીજના દિવસે સ્વ.મણિરાજ બારોટની મોટી દીકરી મેઘલ બરોટના ધામધૂમથી લગ્ન યોજવામાં આવ્યા હતા.લગ્નમાં મણિરાજ બારોટની નાની ત્રણ દીકરીઓએ મોટી બહેન મેઘલનું કન્યાદાન કર્યું હતું. આ પ્રસંગે માતા - પિતાની તસ્વીર સાથે રાખી હતી. કન્યાદાનની વિધિ ચાલી રહી હતી ત્યારે ચારેય દીકરીઓ સહિત આસપાસ ઉભેલા લોકોની આંખમાં પણ આંસુ આવી ગયા હતા.
મણિરાજ બારોટની મોટી દીકરીનું કન્યાદાન 3 નાની બહેનોએ કર્યું - Gujarat
અમદાવાદ: દીકરીઓના કન્યાદાનનો અવસર નસીબદારને જ મળતો હોય છે ત્યારે લોકગાયક સ્વ. મણિરાજ બારોટની મોટી દીકરી મેઘલના લગ્નમાં તેમની ત્રણ નાની દીકરીઓએ મોટી બહેનનું કન્યાદાન કર્યું હતું.
મણિરાજ બારોટની દીકરીઓ
મણિરાજ બરોટના અવસાન બાદ બીજા નંબરની દીકરી રાજલ બારોટે ત્રણેય બહેનોની જવાબદારી સંભાળી લીધી હતી.13 વર્ષની વયમાં સ્ટેજ પ્રોગ્રામથી કારકિર્દીની શરૂઆત કરનારી રાજલ આજે પોતાની ટીમ સાથે મોટા કાર્યક્રમ કરે છે.ત્રણેય બહેનોની જરૂરિયાતોનું રાજલે પુરે પૂરું ધ્યાન રાખ્યું. રાજલે જણાવ્યું કે તે પહેલા નાની બે બહેનોના લગ્ન કરશે પછી જ પોતે લગ્ન કરશે.